• તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખૂબ જ લોકપ્રિય શો બન્યો
  • ગોલીના શો છોડવાની અફવા વચ્ચે ફેન્સ નિરાશ થયા
  • ન્યૂયોર્કમાં અભ્યાસ ચાલુ રાખવા માટે શો છોડી દેવાની ચર્ચા: ફેન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખૂબ જ લોકપ્રિય શો બન્યો છે અને ઘર-ઘરમાં મનોરંજન પૂરું પાડે છે. તારક મહેતામાં ગોલીની ભૂમિકા માટે પ્રખ્યાત કુશ શાહ તેની શરૂઆતથી જ શો સાથે સંકળાયેલા છે. ટપ્પુ સેનાના સભ્યના પાત્રમાં તેમની બુદ્ધિમત્તા અને વશીકરણ ખૂબ પ્રખ્યાત છે. હાલમાં એવી અફવાએ જોર પકડ્યું છે કે, તે શો છોડી દેશે.

તારક મહેતા શોના ફેન્સનું દિલ તૂટ્યું

ગોલીના શો છોડવાની અફવા વચ્ચે ફેન્સ નિરાશ થયા છે. કુશ શાહ એટલે કે ગોલીના એક ફેન્સે આ અંગે દાવો કરતા કહ્યું છે કે, તે અચાનક કુશ શાહને મળ્યો હતો જેણે ન્યૂયોર્કમાં અભ્યાસ ચાલુ રાખવા માટે શો છોડી દેવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. સાથે જ એક પોસ્ટમાં પણ આ અંગે ખુલાસો થયો છે કે, 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર જતી વખતેહું અચાનક ન્યૂયોર્કમાં કુશ શાહ ઉર્ફે ગોલીને મળ્યો. આ દરમિયાન તેણે કહ્યું કે, શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહ્યો છે. આ પોસ્ટ જોઈને તારક મહેતા શોના ફેન્સનું દિલ તૂટી ગયું છે.

જોકે કુશ શાહના શોમાંથી બહાર નીકળવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં તેના પ્રદર્શન અને કોમિક ટાઈમિંગે પ્રેક્ષકો પર કાયમી છાપ છોડી છે. તેનું પાત્ર ગોલી ચાહકોનું પ્રિય બની ગયું છે અને તે શોમાં એક અલગ સ્વાદ ઉમેરે છે. શોના હાલનાં એપિસોડ્સમાં કુશ ઓનસ્ક્રીન દેખાયો છે અને તેની બહાર નીકળવાની શક્યતા ઓછી છે.


  • Follow us on: