બોલિવૂડ હોય ટીવીનો નાનકડો પડદો હોય કે પછી ભોજપુરી ફિલ્મો હોય આ હિરોઈને પોતાના અભિનયના અજવાળા તમામ ક્ષેત્રે દર્શાવીને દર્શકોનો દાદ માગી છે. આ હીરોઈને અભિનયની વૈવિધ્યતા તેમજ તેના હાસ્યએ સૌને મંત્રમુગ્ધ કર્યા છે. વાત છે રશ્મિ દેસાઈને જેને પોતાના કરિયરના શરૂઆતના ગાળામાં ઓડિશનના નામે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડયો હતો. જો કે ઓડિશનના નામે તેની સાથે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થયો હતો તેવો ખુલાસો કર્યો હતો.


જો કે, બોલિવૂડ જગતના એક એવા ખરાબ વળાંકની વાત કરી જેનાથી ફિલ્મી સ્ટાર સૌ વાકેફ હોય છે. કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ ચુક્યા છે. આ સ્ટાર્સ ઘણીવાર પોતાની સાથે બનેલી ઘટનાઓને ખુલાસો પણ કરે છે. જ્યારે હે નાના પડદાની એકટ્રેસે પોતાની સાથે બનેલા કાસ્ટિંગ કાઉચના આઘાત જનક એક્સપિરિયન્સનો ખુલાસો કરીને જણાવ્યું કે, તે જયારે માત્ર 16 જ વર્ષની હતી ત્યારે તેને ઓડિશનના નામે નશીલું પીણું પીવડાવી દેવામાં આવ્યું હતું. હિંદી, ટીવી સિરિયલ અને ભોજપુરી ફિલ્મો કરીને લોકપ્રિયતા મેળવારી રશ્મિ દેસાઈએ પોતાની સાથે બનેલી ઘટનાનો જાહેરમાં ખુલાસો કર્યો હતો.

રશ્મિ દેસાઈ વર્ષોથી ભારતીય ટીવી પડદે છવાયેલી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના કરિયરના શરૂઆતના વર્ષોમાં સહન કરેલા કાસ્ટિંગ કાઉચની ઘટના અંગે વાત કરી હતી.રશ્મિ દેસાઈએ જણાવ્યું કે, જ્યારે તેની સાથે આ બન્યું ત્યારે તે માત્ર 16 વર્ષની હતી. દુર્ભાગ્યથી મને ઘણા એવા અનુભવ થયા અને હું ઘણીવાર આ અંગે કહી ચુકી છું. રશ્મિ દેસાઈ અનુસાર, ઈન્ટરનેટ અગાઉ જ આવી ઘણી સ્ટોરીઓ ભરેલી છે. મને યાદ છે કે, મારે એક ઓડિશન માટે જવાનું હતું અને હું જ્યારે ત્યાં પહોંચી તો ત્યાં એક વ્યકિત સિવાય કોઈ નહોતું. હું ત્યારે માત્ર 16 વર્ષની હતી.

રશ્મિના જણાવ્યા પ્રમાણે તેને મને એક પીણામાં કેફી દ્રવ્ય પીવડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. હું અનકમ્ફર્ટેબલ હતી. પરંતુ ગમે તેમ કરીને પલાયન થવામાં હું સફળ રહી. થોડા કલાકો પછી ઘરે જઈ મેં મારી સાથે બનેલી ઘટના મારી માને જણાવી દીધી હતી.

માતાએ વ્યક્તિને થપ્પડ મારી દીધી

રશ્મિએ આગળ જણાવ્યું કે, મને યાદ છે કે, આગલા દિવસે હું માતાની સાથે તેને મળવા પહોંચી અને મારી માએ તેને પાઠ ભણાવવા એક થપ્પડ મારી હતી. રશ્મિના જણાવ્યા પ્રમાણે કાસ્ટિંગ કાઉચ એક રિયલ વસ્તુ છે. પરંતુ છતાં આ ઈન્ડસ્ટ્રીમાં સારા અને ખરાબ લોકો હોય છે. હું ભાગ્યશાળી છું કે મને સારા લોકોની સાથે કામ કરવાની તક સાંપડી છે. જેની સાથે કામ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે. ભગવાન ખૂબ દયાળુ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રશ્મિ દેસાઈ બિગ બોસ-13માં એક અનફિલ્ટર્ડ અને રો-વર્ઝનમાં નજરે પડી હતી. અભિનેત્રીએ આ રિયાલિટી શોમાં દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સાથે લડાઈને લીધે ખૂબ ચર્ચામાં આવી હતી. રશ્મિ દેસાઈ ભોજપુરી ફિલ્મોમાં પણ ખૂબ નામ કમાયું છે. તેને બે પ્રાદેશિક ફિલ્મો, તને નઈ સમજ અને ચંબે દી મેમાં જોવા માટે તૈયાર છે.


Disclaimer: ઉપરનો અહેવાલ સોશિયલ મીડિયા અને અન્ય રિપોર્ટસના આધારે લેવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝને આની સાથે કોઈ લેવા-દેવા નથી.

  • Follow us on: