• ધ કાશ્મીર ફાઈલ્સ પર કેજરીવાલે કરી હતી કોમેન્ટ 
  • કેજરીવાલની કોમેન્ટથી પરેશ રાવલ નારાજ 
  • કહ્યું: બાળકોની કસમ ખોટી ખાનાર પંડિતોની ચિંતા કેમ કરશે?


જ્યારથી 'ધ કાશ્મીર ફાઇલ્સ' રીલિઝ થઈ છે ત્યારથી આ ફિલ્મ પર રાજકારણ તેજ થઈ રહ્યું છે. જ્યારે ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બીજેપી અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી બનાવવાને બદલે તેને યુટ્યુબ પર મુકવી જોઈએ. હવે અભિનેતા અને નેતા પરેશ રાવલે કેજરીવાલના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.



પરેશ રાવલ કેજરીવાલ પર થયા ગુસ્સે

પરેશ રાવલે ટ્વીટ કરીને લખ્યું- જે પોતાના બાળકોની ખોટી કસમ ખાઈ શકે છે. તે પંડિતોની કેમ ચિંતા કરશે. #kashmifiles. કેજરીવાલ પર કટાક્ષ કરતા ફરી એક બીજેપી નેતાએ ટ્વિટ કર્યું અને લખ્યું - માત્ર #TheKashmirFiles જ નહીં તેમણે દૂરદર્શન પર રામાયણના પ્રસારણનો પણ વિરોધ કર્યો હતો. યાદ છે કે નહિ? તેના જવાબમાં પરેશ રાવલે લખ્યું-અને હવે અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેનો લઈ રહ્યા છે


વિવેક અગ્નિહોત્રીએ આ અંગે આપી પ્રતિક્રિયા

પરેશ રાવલે કરેલી આ ટ્વીટથી સ્પષ્ટ છે કે તેમને કાશ્મીર ફાઇલ્સ પર કેજરીવાલનું નિવેદન બિલકુલ પસંદ નથી આવ્યું. કેજરીવાલના આ નિવેદન પર ભારે હોબાળો થયો હતો. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે દિલ્હીના સીએમ કેજરીવાલને પ્રોફેશનલ એબ્યુઝર કહ્યા હતા.

વિવેક અગ્નિહોત્રીએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ 

એક ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ કેજરીવાલને જવાબ આપતા કહ્યું હતું કે શું ખરેખર મારે પણ આવી બકવાસ પર કંઈક કહેવાની જરૂર છે? શું તે સ્ટીવન સ્પીલબર્ગને યુટ્યુબ પર તેની મૂવી શિન્ડલર્સ લિસ્ટ માં મૂકવા માટે કહેશે? હું મારી નાની ફિલ્મની તુલના શિન્ડલર્સ લિસ્ટ સાથે નથી કરી રહ્યો. હું ખાલી પૂછું છુ અત્યાર સુધીમાં બે કરોડ લોકોએ કાશ્મીર ફાઇલ્સ જોઈ છે. તે ઊંડી લાગણી સાથે જવાબ આપે છે. હું તે 2 કરોડ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું ના કે તે 20 રાજકારણીઓ પર જેઓ વ્યાવસાયિક દુરુપયોગ કરનારા છે.

ફિલ્મ ટૂંક સમયમાં 250 કરોડની ક્લબમાં સામેલ

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને આ ધમાલ વચ્ચે ચાલો વાત કરીએ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે. ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પણ જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મનું કુલ કલેક્શન 231.28 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 250 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.


  • Follow us on: