• સલમાન ખાનના શો બિગ બોસમાં દેખાયો ઓરી 
  • બિગ બોસ 17ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો
  • ઓરીનાં વર્લ્ડ કપ અંગેના જવાબ લોકો આશ્રર્ચચકિત

બી-ટાઉનની દુનિયામાં એક નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તે નામ છે ઓરહાન અવતરમણિ ઉર્ફે ઓરી. પાર્ટી હોય કે ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો તે ચોક્કસ તેનો ભાગ હોય છે. હવે તે સલમાન ખાનના લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસમાં જોડાઈ ગયો છે.

ઓરીએ હાલમાં જ બિગ બોસ 17ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો છે. શોમાં આવતાની સાથે જ તેણે પોતાના શબ્દો અને શાનદાર સ્ટાઈલથી હલચલ મચાવી દીધી હતી. દર્શકોની સાથે પરિવારના સભ્યો પણ તેને પસંદ કરી રહ્યા છે. હાલમાં તેણે કંઈક એવું કહ્યું જેનાથી અભિષેક ચોંકી ગયો હતો.

ઓરીએ વર્લ્ડ કપ પર કહ્યું?

હકીકતમાં રિંકુ ઓરીને એક પ્રશ્ન પૂછે છે તે શું કરે છે? આના પર ઓરી સમજાવે છે કે તે પોતાના પર કામ કરે છે. બાદમાં અભિષેક પણ આ વાતચીતમાં આવે છે અને વર્લ્ડકપનો ઉલ્લેખ કરતાં તે ઓરીને પૂછે છે કે શું ભારત જીત્યું છે? આના પર ઓરી તેને પૂછે છે કે શું તે જીતી ગયો? અભિષેક કહે છે કે વર્લ્ડ કપ. આના પર ઓરીએ કંઈક એવું કહ્યું જે સાંભળીને અભિષેક આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ઓરી કહે છે કે, 'વર્લ્ડ કપ આવતા વર્ષે છે ને?'

ઓરી રાખે છે 5 મેનેજર

અગાઉ ઓરીએ બિગ બોસમાં ભાગ લેતાની સાથે જ સલમાન ખાનને પણ પોતાના શબ્દોથી ચોંકાવી દીધા હતા. હકીકતમાં સલમાન તેને કહે છે કે તે પણ જાણવા માંગે છે કે ઓરી શું કરે છે? આના પર ઓરી કહે છે કે તે ઘણું કામ કરે છે. તેઓ સૂર્ય સાથે ઉથે છે અને ચંદ્ર સાથે સૂઈ જાય છે.શું ઓરીને પાર્ટીમાં જવા માટે પૈસા મળે છે તો તે કહે છે કે, તેને પૈસા મળતા નથી, લોકો તેના મેનેજરને બોલાવે છે. જેના પર સલમાન તેને પૂછે છે કે મેનેજર? તો ઓરી કહે છે કે મારી પાસે 5 મેનેજર છે.


  • Follow us on: