- ફેમસ ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે
- શોની એક એક્ટ્રેસ લગ્ન કરવા જઈ રહી છે
- હાલમાં દુલ્હન બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે
ફેમસ ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. આ શોની ઘણી ચર્ચાઓ થતી રહે છે. પરંતુ હાલમાં શોની પૂર્વ એક્ટ્રેસ ચર્ચામાં છે. આ શોમાં સૌપ્રથમ સોનુનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ ઝિલ મહેતા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. ઝિલને શોમાં એટલો પ્રેમ મળ્યો કે શો છોડ્યા પછી પણ લોકો તેને સોનુના નામથી જ ઓળખે છે.
ઝિલનો ભાવિ પતિ કોણ છે અને તે શું કરે છે?
ઝિલ મહેતાના ભાવિ પતિ વિશે વાત કરીએ તો એક્ટ્રેસ તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કરવા જઈ રહી છે. આદિત્ય દુબેનો ગેમિંગ સ્ટુડિયોનો બિઝનેસ કરે છે. આદિત્ય 3D કલાકાર હોવા સિવાય કન્ટેન્ટ ક્રિએશન પણ કરે છે. ઝિલ તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. કપલ એકસાથે સુંદર લાગે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી માહિતી
આ વર્ષની શરૂઆતમાં ઝિલે આદિત્ય દુબે સાથે સગાઈ કરી હતી, સગાઈની તસવીરો એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. પરંતુ એક્ટ્રેસ લગ્ન પહેલા ઝિલ તેની બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે. ઝીલે તેના ઈન્સ્ટાગ્રામ પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. ઝીલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં એક્ટ્રેસે લખ્યું છે બ્રાઈડ ટુ બી…
એક્ટ્રેસે 2012 માં છોડ્યો હતો શો
આ સિવાય જો ઝિલના તારક મહેતાના શોને છોડવાની વાત કરીએ તો એક્ટ્રેસે વર્ષ 2012માં જ શોને અલવિદા કહી દીધું હતું. ઝીલે પોતાનો આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે શો છોડી દીધો હતો. અત્યારે 'સોનુ' ના પાત્રની વાત કરીએ તો તે પલક સિધવાની તેનો રોલ પ્લે કરી રહી છે. તે વર્ષ 2019માં શો સાથે જોડાઈ હતી. પલક સિધવાનીને પણ ફેન્સનો ઘણો પ્રેમ મળે છે. લોકોને પલકની એક્ટિંગ પણ ખૂબ ગમે છે.