'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ભૂતપૂર્વ સ્ટાર સોઢી ઉર્ફે ગુરચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. રિપોર્ટ મુજબ એક્ટરની હાલત ગંભીર છે અને તેના મિત્ર ભક્તિ સોનીએ થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે ગુરુચરણે ખાવાનું બંધ કરી દીધું છે, જેના કારણે તેના સ્વાસ્થ્ય પર અસર પડી છે. તેને એ પણ ખુલાસો કર્યો કે એક્ટર કેટલીક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને તેમના પર 1.5 કરોડ રૂપિયાનું દેવું હતું.


જેનિફરે મદદ કરવાનો કર્યો પ્રયાસ

એક્ટરના મિત્રએ એમ પણ કહ્યું હતું કે તેને મિલકત વિવાદનો કેસ લડવામાં પોતાની બધી બચત ખર્ચી નાખી હતી. હવે, ગુરુચરણની કો-એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે એક્ટર અને તેમની નાણાકીય પરિસ્થિતિ વિશે ખુલીને વાત કરી છે. તાજેતરમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, જેનિફરે ખુલાસો કર્યો કે તેને શરૂઆતમાં ગુરુચરણને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને તારક મહેતાના કલાકારોની ગુરુચરણને મદદ કરવા આગળ ન આવવા બદલ ટીકા કરી છે.

જેનિફરે કર્યો મોટો ખુલાસો

જેનિફરે ખુલાસો કર્યો કે એક્ટર પર 1.2 કરોડ રૂપિયાનું દેવું હતું અને કહ્યું, “ગુરચરણ સિંહે એક વાર મને તેમના ક્રેડિટ કાર્ડના બાકી લેણાં ચૂકવવા માટે 1 લાખ રૂપિયાની મદદ માંગી હતી. મેં તેને તે આપવા સંમતિ આપી, પણ પછી તેને મને કહ્યું કે તેને અત્યારે તેની જરૂર નથી."

એક્ટ્રેસના પૈસા પરત કરવામાં આવ્યા

તેને મને કહ્યું કે 'જ્યારે મને જરૂર પડશે ત્યારે હું તમને જણાવીશ.' તેને મને પછીથી ફોન ન કર્યો. થોડા દિવસો પછી તેને મારી પાસે 17 લાખ રૂપિયા માંગ્યા. મારે તે એક લાખ રૂપિયા મારા અંગત ઉપયોગ માટે વાપરવાના હતા. મેં તેને એમ પણ કહ્યું કે મારી પાસે એટલા પૈસા નથી. હું તને મદદ કરી શકતી નથી."

તારક મહેતાના કલાકારોને કરવામાં આવ્યા ટ્રોલ

તારક મહેતાના બાકીના કલાકારોની ટીકા કરતા એક્ટ્રેસે કહ્યું કે “તે લોકો કંઈ નથી. જો તેઓએ મારા કેસમાં મારા માટે સ્ટેન્ડ નથી લીધો તો તેઓ તેમના માટે સ્ટેન્ડ કેમ લેશે? ગયા વર્ષે મારી બહેનનું અવસાન થયું ત્યારે કોઈએ મને ફોન પણ ન કર્યો. તેઓ તેને ક્યારેય મદદ કરશે નહીં."


  • Follow us on: