• તૃપ્તિ ડિમરીએ મુંબઈમાં એક આલીશાન બંગલો ખરીદ્યો
  • તૃપ્તિએ કાર્ટર રોડ પર 14 કરોડ રૂપિયામાં બંગલો ખરીદ્યો
  • તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિમલમાં જોવા મળ્યા બાદ સફળતા મળી

બોલીવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિમલની રિલીઝ બાદ લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે. આ ફિલ્મમાં દેખાયા બાદ લોકો તેને ભાભી 2 કહેવા લાગ્યા છે. હાલમાં અભિનેત્રીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

તૃપ્તિ ડિમરીએ નવું ઘર ખરીદ્યું

અહેવાલ છે કે તૃપ્તિ ડિમરીએ મુંબઈમાં એક આલીશાન બંગલો ખરીદ્યો છે જેની કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ આલીશાન બંગલો મુંબઈના વેસ્ટર્ન બાંદ્રા વિસ્તારમાં કાર્ટર રોડ પર આવેલો છે. તૃપ્તિ ડિમરી આ ડુપ્લેક્સ બંગલાની માલિક બની ગઈ છે.' એનિમલ'ની 'ભાભી 2' રણબીર કપૂરની પાડોશી બની છે.

તૃપ્તિના બંગલાની કિંમત કરોડોમાં

તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિમલમાં જોવા મળ્યા બાદ સફળતા મળી છે. અભિનેત્રી આ ફિલ્મ બાદ નેશનલ ક્રશ બની અને તેની પાસે ફિલ્મની ઓફરોની કતાર લાગી રહી છે. તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ 'ધડક 2'માં જોવા મળશે. જો કે, આ દરમિયાન તેણે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે જેના સમાચાર ચોતરફ ફેલાઈ રહ્યા છે.

તૃપ્તિ ડિમરીનો બંગલો ખૂબ જ સુંદર

રિપોર્ટ અનુસાર તૃપ્તિ ડિમરીનો આ બંગલો ખૂબ જ સુંદર છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો દર્શાવે છે કે તૃપ્તિ ડિમરીએ કાર્ટર રોડ પર 14 કરોડ રૂપિયામાં ગ્રાઉન્ડ-પ્લસ-ટુ-મજલીનો બંગલો ખરીદ્યો છે. અભિનેત્રીએ તેના પર 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તૃપ્તિ ડિમરીનો નવો બંગલો 2,226 ચોરસ ફૂટ છે અને બિલ્ટ-અપ એરિયા 2,194 ચોરસ ફૂટ છે. કહેવામાં આવી રહ્યું છે કે તૃપ્તિ ડિમરીએ 30 હજાર રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ પણ ચૂકવ્યો છે.

તૃપ્તિ ડીમરીના આગામી પ્રોજેક્ટ્સ

ઉત્તરાખંડની રહેવાસી તૃપ્તિ ડિમરીએ 2017માં શ્રેયસ તલપડેની કોમેડી ફિલ્મ 'પોસ્ટર બોયઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે કેટલીક વધુ ફિલ્મોમાં જોવા મળી પરંતુ તે સફળ રહી ન હતી. આ પછી તે ફિલ્મ 'બુલબુલ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પરંતુ ફિલ્મ 'એનિમલ'એ તૃપ્તિ દિમરીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં 'ધડક 2', 'બેડ ન્યૂઝ', 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' અને 'ભૂલ ભૂલૈયા 3' જેવી ફિલ્મોમાં જોવા મળશે.



  • Follow us on: