- હાર્દિક-નતાશા અલગ થયા બાદ ફરી ટીવી અભિનેત્રી દલજીત કૌરનું લગ્ન જીવન ચર્ચામાં
- દલજીતે નિખિલ પટેલના મેચિંગ ટેટૂઝ સાથે એક વીડિયો પોસ્ટ કર્યો
- મારા લગ્નજીવનમાં વિશ્વાસ, વફાદારી, પ્રેમ, આદર ન હતો: દલજીત કૌર
એવી ઘણી ટીવી અભિનેત્રીઓ છે જે પ્રેમની બાબતમાં 'બદનસીબ' રહી છે. જેઓ એક વાર નહિ પણ વારંવાર લગ્ન કર્યા બાદ પણ સાચો જીવનસાથી શોધી શક્યા નથી. તેમાંથી એક લોકપ્રિય અભિનેત્રી દલજીત કૌર છે. હાર્દિક-નતાશા અલગ થયા બાદ ફરી ટીવી અભિનેત્રી દલજીત કૌરનું લગ્ન જીવન ચર્ચામાં છે.
દલજીત કૌરનું લગ્ન જીવન બરબાદ
નિખિલ પટેલ અને દલજીત કૌરના લગ્ન 18 માર્ચ 2023ના રોજ ધામધૂમથી થયા હતા. લગ્ન બાદ અભિનેત્રી પોતાના પતિ સાથે પુત્ર સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ જાન્યુઆરી મહિનામાં અભિનેત્રી ભારત પરત ફર્યા બાદ બંનેએ એકબીજા પર ઘણા આરોપો લગાવ્યા હતા.
બીજા લગ્ન તૂટ્યા બાદ દલજીત કૌર થઈ ભાવુક
દલજીત કૌરનો ભૂતપૂર્વ પતિ નિખિલ પટેલ તેની રૂમમેટ ગર્લફ્રેન્ડ સાથે ભારતમાં જોવામાં આવ્યો હતો. આ દરમિયાન દલજીત કૌર પણ આ તૂટેલા લગ્નના દર્દમાંથી ધીમે ધીમે બહાર આવવા લાગી છે. હાલમાં જ દલજીત કૌરે એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના અને નિખિલના મેચિંગ ટેટૂઝ બતાવી રહી છે.
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના અને નિખિલ પટેલના મેચિંગ ટેટૂઝ સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. ક્લિપમાં અભિનેત્રીએ તેના ટેટૂની ઝલક બતાવી હતી જે ખૂબ જ સુંદર હતી. નિખિલ સાથે તેના લગ્નમાં મહેંદી લગાવતી વખતે દલજીત તેના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વિડિયોમાં તેણીએ તેના અને નિખિલના પાસપોર્ટની જૂની ઝલક પણ બતાવી હતી જ્યારે તેણી લગ્ન પછી દેશ છોડીને જઈ રહી હતી.
દલજીતે ભાવનાત્મક લાગણીઓને કરી શેર
વિડિયોની સાથે દલજીતે ટેટૂ વિશે પોતાની ભાવનાત્મક લાગણીઓને શેર કરતી એક લાંબી નોંધ લખી અને કહ્યું હતું કે, 'તે ફરીથી પ્રેમ અને વિશ્વાસમાં પડવાની શક્તિ દર્શાવે છે. હું મારા અને મારા પુત્ર જેડેન માટે એક કુટુંબ બનાવવા માંગતી હતી તેથી મેં નવ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. તેથી જ મેં દેશ છોડી દીધો અને મને ગમતું બધું જ લઈ લીધું કારણ કે હું કુટુંબ રાખવાના સપનામાં ખોવાઈ ગઈ હતી.
અભિનેત્રીએ આગળ લખ્યું હતું કે, 'મને જે પણ માનવા માટે કહેવામાં આવી રહ્યું હતું તે એક તક હતી જે મેં મારા પુત્રને એ અનુભવવા માટે આપી કે પિતા બનવા જેવું લાગે છે. મારા લગ્નજીવનમાં વિશ્વાસ, વફાદારી, પ્રેમ, આદર ન હતો. દલજીતે કહ્યું કે હું ફરીથી મારું ટેટૂ બદલવાનું વિચારી રહ્યી છું. મારા ટેટૂને ફરીથી ડિઝાઇન કરવાનો આગ્રહ રાખનારા બધા લોકો માટે હું હવે તે કરવા જઈ રહ્યી છું.