પોપ્યુલર ટીવી એક્ટ્રેસ સોન્યા અયોધ્યા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટ્રેસની પર્સનલ લાઈફમાં કંઈ બરાબર ચાલી રહ્યું નથી. 'કસૌટી જિંદગી કે 2', 'શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી' અને 'નઝર' જેવા શોનો ભાગ બનેલી સોન્યા અયોધ્યાના લગ્ન હવે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી અને તેના પતિ હર્ષ સમોરે વચ્ચે તણાવ છે.


શું સોન્યા અયોધ્યાના થશે છૂટાછેડા?

તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ સોન્યા અયોધ્યાએ 12 ડિસેમ્બર 2019ના રોજ બોયફ્રેન્ડ હર્ષ સિમોર સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. આ કપલે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું અને તેમની વચ્ચે ઘણો પ્રેમ હતો. લગ્ન પછીની પહેલી વેડિંગ એનિવર્સરી પર પણ એક્ટ્રેસે પ્રેમથી ભરેલી પોસ્ટ શેર કરી હતી. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સોન્યા અયોધ્યા અને હર્ષ સિમોરના લગ્ન તૂટી જવાના આરે છે. આનો પુરાવો તમને સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/DAunWSfNBiF/?utm_source=ig_embed&ig_rid=9cf44144-a510-47b0-9339-58c1d72f119e 

લગ્નના ફોટા ડીલીટ કર્યા?

એક્ટ્રેસના લગ્નની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોવા મળતી નથી. તેમજ હવે તેના પતિ સાથેની તેની કોઈપણ પોસ્ટ દેખાતી નથી. એવું લાગે છે કે સોન્યા અયોધ્યાએ તેના પતિ હર્ષ સિમોર સાથે શેર કરેલા તમામ ફોટા કાઢી નાખ્યા છે અથવા છુપાવ્યા છે. આ સિવાય એક બીજી બાબત છે જે ફેન્સના મનમાં સવાલો ઉભા કરી શકે છે. લગ્નના ફોટા હટાવવા સિવાય કપલે એકબીજાને અનફોલો પણ કરી દીધા છે.

ક્રિપ્ટિક પોસ્ટે મચાવી ધૂમ

એક્ટ્રેસે તાજેતરમાં એક પોસ્ટ શેર કરી હતી જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ચિંતામાં છે. એક્ટ્રેસે એક નોટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, 'તમારા દુ:ખને આલિંગન આપો. આપણું દુઃખ સ્વીકારવાથી જ આપણને સંતુલન, ઉપચાર અને સાચી વૃદ્ધિ મળે છે. દરેક લાગણીનો પોતાનો હેતુ હોય છે - તે તમને તમારા વિશે ઊંડી સમજણ માટે માર્ગદર્શન આપે છે.' એક્ટ્રેસની આ પોસ્ટ સૂચવે છે કે કંઈક ખોટું છે. પરંતુ અત્યાર સુધી એક્ટ્રેસ સોન્યા અયોધ્યાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

  • Follow us on: