• ભૂલ ભુલૈયા 3ના નિર્માતાઓએફિલ્મના શૂટિંગને લઈને આપી અપડેટ 
  • ભૂલ ભુલૈયા 3નું શૂટિંગ આ વર્ષના માર્ચ મહિનાથી શરૂ થશે
  • કાર્તિક આર્યન ફરી એકવાર લીડ રોલમાં જોવા મળશે

'ભૂલ ભુલૈયા' બોલિવૂડની સૌથી વધુ પસંદ કરાયેલી ફ્રેન્ચાઈઝીમાંથી એક છે. તેની બીજી સીરીઝ 2022માં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે જેને જોઈને નિર્માતાઓએ 'ભૂલ ભૂલૈયા 3'ની જાહેરાત કરી છે. આ કારણે ડિરેક્ટર અનીસ બઝમી અને કાર્તિક ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. ભૂલ ભુલૈયા 3 ના નિર્માતાઓએ હાલમાં જ ફિલ્મના શૂટિંગને લઈને એક અપડેટ શેર કરી છે. તબ્બુ, કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સ્ટારર કોમેડી હોરર ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' કોરોના પીરિયડ બાદ રીલિઝ થયેલી પહેલી મોટી હિટ ફિલ્મ હતી.

ભુલ ભુલૈયા 3 લીડ એક્ટર

ભૂલ ભુલૈયા 3નું શૂટિંગ અપડેટ ટી-સીરીઝના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટમાં મેકર્સે આ માહિતી આપી છે.  'ભૂલ ભુલૈયા 3નું શૂટિંગ આ વર્ષના માર્ચ મહિનાથી શરૂ થશે. ડિરેક્ટર અનીસ બઝમી ફરી એકવાર આ હોરર કોમેડી ફિલ્મનું નિર્દેશન સંભાળશે. જ્યારે કાર્તિક આર્યન ફરી એકવાર લીડ રોલમાં જોવા મળશે. શેર કરેલી તસવીરમાં ત્રણેય વાતચીતમાં મગ્ન જોવા મળે છે.

ભૂલ ભુલૈયા 3નું શૂટિંગ ક્યારે શરૂ થશે?

આવી સ્થિતિમાં, 'ભૂલ ભુલૈયા 3' સંબંધિત આ અપડેટ જાણ્યા બાદ ચાહકોની ઉત્તેજના ખૂબ વધી ગઈ છે. 'ભૂલ ભુલૈયા 3'ની લીડ એક્ટ્રેસ વિશે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પોસ્ટ શેર કરતી વખતે, હોરર-કોમેડીના ત્રીજા ભાગનું શૂટિંગ ક્યારે શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે કે, 'તમારી મનપસંદ હોરર-કોમેડી ફ્રેન્ચાઇઝીનો ત્રીજો હપ્તો આ માર્ચમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ

અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં કાર્તિક 'ચંદુ ચેમ્પિયન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ભારતીય સેનાના જવાનની ભૂમિકામાં છે. 'ભૂલ ભુલૈયા 2' અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત છે અને તે અક્ષય કુમારની 2007ની હોરર કોમેડી ભૂલ ભુલૈયાની સ્ટેન્ડઅલોન સિક્વલ છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, તબ્બુ, કિયારા અડવાણી, રાજપાલ યાદવ અને અન્ય કલાકારો જોવા મળ્યા હતા.

  • Follow us on: