અભિનેત્રી ઉર્મિલા માતોંડકર 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. અભિનેત્રીએ પોતાના અભિનય અને ચાર્મથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. રંગીલા ફિલ્મ બાદ તેને એટલી ઓળખ મળી કે દરેક તેને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા.


રંગીલાએ ભાગ્ય બદલી નાખ્યું

રંગીલા પહેલા તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ રંગીલાએ તેનું ભાગ્ય બદલી નાખ્યું હતું. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. આ ફિલ્મ ઉર્મિલાના કરિયરને નવી ઊંચાઈએ લઈ ગઈ હતી. આ ફિલ્મ રામ ગોપાલ વર્મા દ્વારા બનાવવામાં આવી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉર્મિલા અને રામ ગોપાલ વર્મા વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. આ પછી રામ ગોપાલ વર્માની દરેક ફિલ્મમાં ઉર્મિલાને કાસ્ટ કરવામાં આવી હતી. રામ ગોપાલ વર્મા અને ઉર્મિલાએ વો સત્ય, કૌન, જંગલ, મસ્ત, દાઉદ અને ભૂતમાં સાથે કામ કર્યું હતું.

રામ ગોપાલ વર્મા સાથેના અફેરના સમાચાર

તે સમયે રામ ગોપાલ વર્મા પરણિત હતા પરંતુ તે ઉર્મિલા સાથે પ્રેમમાં પડી ગયો હતો અને તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. જ્યારે તેમના અફેરની વાતો હેડલાઇન્સ બનવા લાગી ત્યારે રામ ગોપાલ વર્માની પત્ની ટેન્શનમાં આવી ગઈ હતી. એવા અહેવાલો હતા કે રામ ગોપાલ વર્માની પત્ની સેટ પર ગઈ હતી અને ઉર્મિલાને થપ્પડ મારી હતી. મામલો ઘણો વણસી ગયો હતો. આ અફેરની અસર ઉર્મિલાના કરિયર પર પણ પડી હતી. રામ ગોપાલ વર્માની પત્નીએ તેમને છૂટાછેડા આપી દીધા હતા.

ત્યાર બાદ ઉર્મિલાએ પોતાનાથી 10 વર્ષ નાના કાશ્મીરી મુસ્લિમ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. હવે એવા અહેવાલો છે કે તેમના લગ્નજીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ઉર્મિલાએ છૂટાછેડા માટે અરજી કરી છે.

ઉર્મિલાએ મુસ્લિમ પાર્ટનર પસંદ કર્યો

ઘણી હિંદુ અભિનેત્રીઓએ મુસ્લિમ પાર્ટનર પસંદ કર્યા તેવી જ રીતે ઉર્મિલાએ પણ લગ્ન કર્યા હતા. અભિનેત્રીઓને આંતર-ધર્મ લગ્ન કર્યા પછી ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઓએ કોઈની પરવા નહોતી કરી. એવા અહેવાલો છે કે ઉર્મિલા માતોંડકર લગ્નના 8 વર્ષ પછી તેના પતિ મોહસીન અખ્તરથી અલગ થઈ રહી છે. આ કપલે ધર્મની દીવાલ ઓળંગીને વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

ઉર્મિલાનો પતિ મોહસીન અખ્તર મીર એક મુસ્લિમ છે અને લગ્ન કર્યા બાદ ઉર્મિલાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. હવે એવા અહેવાલો છે કે અભિનેત્રીએ તેના મુસ્લિમ પતિથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. 2016માં ઉર્મિલાએ પોતાનાથી 10 વર્ષ નાના કાશ્મીરી મુસ્લિમ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નજીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ઉર્મિલાએ છૂટાછેડા માટે અરજી કરી છે.


  • Follow us on: