ઉર્વશી રૌતેલા એક જાણીતી ભારતીય એક્ટ્રેસ અને મોડલ છે, જે ઘણીવાર ક્રિકેટરો સાથેની પોતાની નિકટતાને કારણે સમાચારોમાં રહે છે. પહેલા તેનું નામ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સાથે અને પછી પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ સાથે જોડાયું. ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ફેવરિટ પાકિસ્તાની ક્રિકેટરનો ઉલ્લેખ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો કોઈ ઘટનાનો હોવાનું જણાય છે.


નસીમ શાહ ફેવરિટ પાકિસ્તાની ક્રિકેટર- ઉર્વશી રૌતેલા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલાને સીધું પૂછવામાં આવ્યું કે તેનો ફેવરિટ પાકિસ્તાની ક્રિકેટર કોણ છે? આ રસપ્રદ સવાલના જવાબમાં તેણે સમય બગાડ્યા વિના પાકિસ્તાની ઝડપી બોલર નસીમ શાહનું નામ લીધું. ઉર્વશીએ કહ્યું કે પાકિસ્તાન એક સારી ટીમ છે અને નસીમ શાહ મારી ફેવરિટ છે.

 

અમારા છોકરાથી દૂર રહો...

આ વીડિયો સામે આવ્યા બાદ ઉર્વશી રૌતેલાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. તેમને એક રીતે વોર્નિંગ પણ આપવામાં આવી રહી છે. કેટલાક ફેન્સે ઉર્વશીને નસીમ શાહથી દૂર રહેવા કહ્યું છે, તો કેટલાકે ફેન્સે લખ્યું છે કે અમારા બાળકને છોડી દો. તમામ ફેન્સે વીડિયોના કોમેન્ટ બોક્સમાં લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉર્વશી રૌતેલાને આ રીતે ટ્રોલ કરનારાઓમાંના મોટાભાગના પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ અને નસીમ શાહના ફેન્સ છે.


નસીમ શાહ સાથે નામ જોડાયું ઉર્વશીનું નામ

ઉર્વશી રૌતેલા અને નસીમ શાહના નામ પહેલાથી જ જોડાયેલા છે. થોડા વર્ષો પહેલા ઉર્વશી રૌતેલા નસીમ શાહ સાથેના સંબંધોની અફવાઓને કારણે ચર્ચામાં હતી. આ ચર્ચા પછી પણ તેને ટ્રોલ થવું પડ્યું હતું. પરંત એક ઈન્ટરવ્યુમાં નસીમ શાહે એમ કહીને આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું કે તેઓ નથી જાણતા કે ઉર્વશી કોણ છે?


  • Follow us on: