• ઉર્વશી રૌતેલા મેટ્રોનિયલ બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી
  • ઋષભ પંતને લઈને ઉર્વશી રૌતેલા ફરી વિવાદમાં ઘેરાઈ
  • ફન્સે ટ્રોલ કર્યા બાદ ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર આપી સ્પષ્ટતા
અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના નામ જોડાઈ રહ્યા હતા. પરંતુ બંને વચ્ચે જ્યારે ઉર્વશીએ પોતાને RP કહીને ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે ઋષભ પંતે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. ત્યાર બાદ બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતા. હવે ઉર્વશી રૌતેલા ફરી એકવાર રિષભ પંત સાથે તેની નવી મેટ્રિમોનિયલ બ્રાન્ડની જાહેરાતને લઈને વિવાદમાં આવી છે.

હકીકતમાં આ જાહેરાત બાદ નેટીઝન્સને લાગે છે કે ઉર્વશી રૌતેલાએ ક્રિકેટર ઋષભ પંતની ઊંચાઈની મજાક ઉડાવી છે. જો કે, અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક લાંબી પોસ્ટ લખીને સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું છે કે જાહેરાતમાં જે પણ કહેવામાં આવ્યું છે તે સ્ક્રિપ્ટનો ભાગ છે.



ઉર્વશી રૌતેલાની નવી જાહેરાતે વિવાદ સર્જ્યો
ઉર્વશી રૌતેલા હાલમાં એક મેટ્રોનિયલ બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી. આ જાહેરાતમાં ઉર્વશી રૌતેલા એક્ટર, બિઝનેસમેન, સિંગર્સ અને ક્રિકેટર્સ વિશે વાત કરે છે. અભિનેત્રી કહે છે કે, 'હું ઘણા લોકોને મળી જેમાં ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ અને કેટલાક ક્રિકેટરો પણ સામેલ છે. ઘણા એવા છે જે મારી ઊંચાઈના નથી.

ઉર્વશી રૌતેલાએ કરી સ્પષ્ટતા
આ જાહેરાત વાયરલ થયા બાદ ફેન્સે રિષભ પંત સાથે જોડી હતી અને એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ફેન્સે ઉર્વશી રૌતેલાને કહ્યું કે, ક્રિકેટરનું નામ લીધા વગર તેની મજાક ઉડાવી છે. જોકે, ટ્રોલ થયા બાદ ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા આપી હતી. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ લખી હતી કે, 'આ એક સામાન્ય સ્ક્રિપ્ટ છે જે બ્રાન્ડ દ્વારા આપવામાં આવી છે, કોઈની તરફ સંકેત નથી... પોઝિટિવીટી ફેલાવો.' જવાબદાર હોવાને કારણે હું સમજું છું કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકો પર તેની શું અસર પડી શકે છે.


  • Follow us on: