- મુંબઈમાં ફિલ્મ પ્રમોટ કરવા સામ બહાદૂરની સ્ટારકાસ્ટ પહોંચી
- કોલકાતા, લખનૌ બાદ હવે મુંબઈમાં જોરશોરથી પ્રમોશન શરૂ
- મેઘના ગુલઝાર સાથે વિકી કૌશલની આ બીજી મોટી ફિલ્મ
વિકી કૌશલ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'સામ બહાદુર' આ દિવસોમાં ચર્ચામાં છે. દરમિયાન, ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે રિયાલિટી શો સારેગામપાના સેટ પર પહોંચી હતી. આ દરમિયાન વિકી કૌશલ બ્લેક સૂટ પહેરીને દાઢીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે ફાતિમા સના શેખ પીળા રંગની સાદી સાડી પહેરેલી જોવા મળી હતી. ફાતિમાએ ફોટોશૂટ દરમિયાન પાપારાઝી સાથે વાત કરી હતી. ફિલ્મની બીજી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા પણ ગોલ્ડન સાડી અને સોનાના ઘરેણાં પહેરેલી જોવા મળી હતી.
મસ્ત પોઝ આપીને ખુશ કરી દીધા
ફિલ્મના કલાકારોએ એકસાથે ઊભા રહીને પાપારાઝીની સામે પોઝ આપ્યા હતા. સેમ બહાદુર ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. જો કે ફિલ્મમાં સેમ માણેકશાના જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ રજૂ કરવામાં આવશે. પરંતુ તે મુખ્યત્વે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને દર્શાવે છે. આ ફિલ્મમાં માણેકશાનો ભારતીય સેના પ્રત્યેનો જુસ્સો અને ઉત્સાહ દર્શાવવામાં આવ્યા છે, જે તેના ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે. માણેકશાએ 40 વર્ષ સુધી યુનિફોર્મ પહેરીને દેશની સેવા કરી હતી. તેમની સ્ટાઈલને વિકી કૌશલે ફિલ્મમાં બરાબર કોપી કરી છે. આ પહેલા તે કોલકાતામાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો. એ પછી લખનૌમાં તેમણે ગોરખા જવાનો સાથે મસ્ત ડાન્સ કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

રાઝી વખતે જ ફાઈનલ હતું
ફિલ્મના ડાયલોગ્સ પર નજર કરીએ તો ફિલ્ના ડાયલોગ્સ પણ મસ્ત છે. યે જંગ હૈ ઔર મેજે ઔર મેરે સોલ્જર કો ઈસી કી ટ્રેનિંગ મિલી હૈ, આપ રાજનીતિ સંભાલીએ જીસકી આપકો ટ્રેનિંગ મિલી હૈ. હમ રહે યા ના રહે હમારી ઈસ વર્દી કા ગૌરવ હંમેશા રહેગા. આજ કે બાદ કોઈ ભી ઓફિસર મેરે રીટન ઓર્ડર કે બિના અપની પોસ્ટ સે પિછે નહીં હટેગા....ઔર મે વો ઓર્ડર કભી નહીં દૂંગા....આ ફિલ્મ જ્યારે વિકી રાઝી ફિલ્મ કરી રહ્યો હતો એ સમયે નક્કી થઈ ગઈ હતી. સ્ક્રિપ્ટિંગ પર થોડું કામ બાકી હોવાને કારણે ફિલ્મનું કામ થોડું મોડું શરૂ થયું હતું.









