હાલમાં વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ડેટિંગની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન હવે તેમની લંચ ડેટની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેના પછી આ રૂમર્ડ કપલ ફરી ચર્ચામાં આવી ગયું છે.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના સાથે મળ્યા જોવા
સોશિયલ મીડિયા પર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો એક ફોટો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ખૂબ ચર્ચા પણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં બંને એક કેફેમાં બેઠેલા જોઈ શકાય છે. ફોટોમાં બંને બપોરે લંચ લેતા જોવા મળે છે. આ ફોટો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ ફેન્સે તેના પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને લોકોએ તેના પર ભરપૂર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું.
તસવીર સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોમાં રશ્મિકા મંદાના એકદમ કેઝ્યુઅલ કપડામાં જોવા મળી રહી છે. પરંતુ કેટલાક લોકો તેને ઓળખી પણ શકતા નથી. સોશિયલ મીડિયા પર વધુ એક ફોટો સામે આવ્યો છે, જેમાં રશ્મિકાના ફ્રન્ટ લુક વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય જો વિજયની વાત કરીએ તો તે ચેક શર્ટ અને ડેનિમ સાથે સફેદ ટી-શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
તમને કેમ લાગે છે કે હું હજી સિંગલ છું - વિજય
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં વિજયે કહ્યું હતું કે હું 35 વર્ષનો થઈ ગયો છું અને શું તમને લાગે છે કે હું હજુ પણ સિંગલ છું. એક્ટરના આ ઈન્ટરવ્યુ પછી, તેના સંબંધોની ચર્ચા વધુ તેજ બની હતી. હવે આના પછી તરત જ બંનેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેથી બંનેના રિલેશનશિપમાં હોવાના સમાચારને વધુ હવા મળી અને કેટલાક લોકો તેને પુષ્ટિ પણ ગણી રહ્યા છે.
કપલે અત્યાર સુધી નથી કરી સંબંધોની પુષ્ટિ
પરંતુ હજુ સુધી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના બંને તરફથી આ ચર્ચાઓ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આને લઈને હજુ સુધી બંનેમાંથી કોઈએ કોઈ નિવેદન આપ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે આ સમાચાર ક્યારે બંને ઓફિશિયલ કરશે.

  • Follow us on: