- વિજય વર્માના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે
- આ તસવીર જોઈને વિજય વર્માના ફેન્સ હેરાન થઈ ગયા
- થોડા સમય બાદ વિજય વર્માએ ફેન્સની માંગી માફી
હાલમાં વિજય વર્માના ફેન્સને ઝટકો લાગ્યો છે. થોડા સમય પહેલા, તેમની ટીમે ઈન્સ્ટાગ્રામ પર વિજય વર્માની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, તસવીરની નીચે 'RIP'. આ જોઈને તેના ફેન્સ હેરાન થઈ ગયા. તેઓએ વિચાર્યું કે વિજય વર્માનું નિધન થઈ ગયું છે. પરંતુ થોડા સમય પછી તેમને સમજાયું કે આ પોસ્ટ વિજય વર્માના નિધન વિશે નથી.
વિજયે આ પોસ્ટ કેમ કરી?
બે વર્ષ પહેલા નેટફ્લિક્સ પર વિજય વર્માની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેને હમઝા શેખનો રોલ પ્લે કર્યો હતો. આલિયા ભટ્ટે તેની પત્ની બદરુનિસ્સા "બદરુ" અંસારી શેખનો રોલ પ્લે કર્યો હતો. બદરુ તેના પતિ હમઝાથી એટલો નારાજ થઈ જાય છે કે તે તેની માતા (શેફાલી શાહ)ની મદદથી તેની હત્યા કરી નાખે છે. આથી જ વિજયે ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર હમઝાની તસવીર પોસ્ટ કરી અને RIP લખ્યું.
https://www.instagram.com/p/C-Ugp80y7UM/?utm_source=ig_embed&utm_campaign=loading
ફેન્સની માંગી માફી
જ્યારે વિજયને લાગ્યું કે તેના ફેન્સ તેની મજાક સમજી શકતા નથી, ત્યારે તેને તે જ પોસ્ટ પર કોમેન્ટ કરીને માફી માંગી. વિજયે લખ્યું, 'માફ કરશો મિત્રો, મારો તમને ડરાવવાનો ઈરાદો ન હતો. આ ફિલ્મનો સ્ક્રીનશોટ છે! એક ડાર્ક કોમેડી કરી હતી..' માફી માંગ્યા પછી, એક ફેને લખ્યું, 'મને એક મિનિટ માટે સાચું લાગ્યું.' અને ફેને લખ્યું કે 'આવું ફરી ન કરો.'