- બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સ્ક્રીન પર રોમાન્સ કરવાનું દરેક અભિનેતાનું સપનું હોય છે
- સાઉથના એક સુપરસ્ટાર એક્ટરે પણ એક ઈન્ટરવ્યુમાં આવી ઈચ્છા વ્યક્ત કરી છે
- અભિષેક-ઐશ્વર્યાના સંબંધો પર વિક્રમે વાત કરી
સાઉથ સિનેમાનો સુપરસ્ટાર ચિયાન વિક્રમ હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તંગલાન'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે અને 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ સિવાય વિક્રમનો તાજેતરનો એક ઈન્ટરવ્યુ પણ ચર્ચામાં છે, જેમાં તેને પોતાના બોન્ડિંગ અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કરવાની ઈચ્છા વિશે ખુલીને વાત કરી છે. ચિયાને વિક્રમે શું કહ્યું અમે તમને જણાવીએ.
ઐશ્વર્યા સાથે કર્યો છે રોમાન્સ
ફિલ્મ 'પોન્નીયિન સેલ્વન'માં ઐશ્વર્યા રાય અને વિક્રમની રોમેન્ટિક કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી હતી. આ વિશે વાત કરતાં વિક્રમે કહ્યું કે તેની અને ઐશ્વર્યા વચ્ચેનો ઓનસ્ક્રીન જાદુ વાસ્તવિકતામાં ઘણો પ્રભાવશાળી છે, પરંતુ તેની ઐશ્વર્યા સાથેની ઓનસ્ક્રીન લવસ્ટોરી હંમેશા અધૂરી રહી છે. તેમના સંબંધોમાં હંમેશા કઈંક કમી રહી છે. વિક્રમે કહ્યું, “ઐશ્વર્યા અને મારી ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઘણી સારી છે. ફિલ્મ 'રાવણ' હોય કે 'પોન્નીયિન સેલ્વન' બંને ફિલ્મોમાં અમારો પ્રેમ અધૂરો હતો. ઐશ્વર્યા હંમેશા કોઈ બીજાની પત્ની રહી છે અને તે ફિલ્મોમાં હું મરી પણ ગયો હતો."
અભિષેક-ઐશ્વર્યાના સંબંધો પર વિક્રમે કરી વાત
સિદ્ધાર્થ કાનન સાથેની એક વાતચીતમાં વિક્રમે અભિષેક બચ્ચનને ખૂબ જ નજીકનો મિત્ર ગણાવ્યો હતો. તેને કહ્યું કે અભિષેક મારો ખૂબ સારો મિત્ર છે, તેથી ઐશ્વર્યા સાથે પણ મારા સંબંધો સારા છે. ચિયાન વિક્રમે એ પણ ખુલાસો કર્યો કે તેને દિગ્દર્શક મણિરત્નમને ઐશ્વર્યા સાથે એક શ્રેષ્ઠ ફિલ્મ કરવા વિનંતી કરી છે, જેમાં ઐશ્વર્યા તેની સાથે લગ્ન કરે છે.
વિક્રમે કહ્યું, “મેં મણિ સરને કહ્યું હતું કે આપણે બંનેએ એક ફિલ્મમાં સાથે કામ કરવું જોઈએ અને ફેન્સને અમારી જોડીનો સુખદ અંત જોવા મળશે. ભલે તે માત્ર ફેન્સ માટે જ હોય, મને લાગે છે કે ઐશ્વર્યા એક મહાન એક્ટ્રેસ છે અને તેની સાથે કામ કરવાનો હંમેશા આનંદ છે.”
વિક્રમે ઐશ્વર્યા રાયના કર્યા વખાણ
ઐશ્વર્યાના વખાણ કરતાં વિક્રમે કહ્યું, “તે પોતાની વ્યાવસાયિક જવાબદારીઓ પ્રત્યે ખૂબ જ પ્રતિબદ્ધ છે અને પરફેક્શનિસ્ટ છે. અમે સારા મિત્રો પણ છીએ, અભિષેક મારો ખાસ મિત્ર છે તેથી તેનો પરિવાર પણ મારા માટે પરિવાર જેવો છે.