મહાકુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ ગર્લ મોનાલિસાનું નસીબ બદલાઇ ગયું. પોતાની ભૂરી આંખોથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યુ છે. વાત કરી રહ્યા છીએ વાયરલ ગર્લ મોનાલિસા ભોંસલે વિશે. જે સપનાનું શહેર મુંબઈ પહોંચી ગઈ છે. અભિનયના પદાર્પણ પહેલા, મોનાલિસા સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ બનાવવા માટે વ્યસ્ત છે. મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન મોનાલિસાએ પોતાનો એક વીડિયો શેર કર્યો જેમાં તેના લુકને જોઇને સૌ કોઇ ચોંકી ગયા છે.
મોનાલિસાને ઓળખવી મુશ્કેલ
2 માર્ચે, મોનાલિસાએ એક પછી એક ત્રણ પોસ્ટ શેર કરી. એક ફોટામાં તે એક વૃદ્ધ પુરુષ સાથે જોવા મળી હતી અને બીજા ફોટામાં તે એક મહિલા સાથે પોઝ આપતી જોવા મળી હતી. એક પોસ્ટમાં મોનાલિસાએ પોતાનો એક ફોટો શેર કર્યો. મોનાલિસાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તેનો અલગ જ અંદાજ જ જોવા મળી રહ્યો છે. મોનાલિસા ઘણી વખત ખુલ્લા વાળ સાથે જોવા મળી છે, પરંતુ આમાં તેની હેરસ્ટાઇલ એકદમ અલગ અને સુંદર લાગી રહી હતી.
મોનાલિસાનો બદલાયો લુક
ફોટામાં મોનાલિસા વાળ પર ચશ્મા પહેરેલી જોવા મળી હતી અને તેનો મેકઅપ પણ એકદમ અલગ દેખાતો હતો. પોસ્ટ પર ટિપ્પણી કરતા, સોશિયલ મીડિયા યુઝર્સ પણ મોનાલિસાની સુંદરતાના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નહીં. ઘણા યુઝર્સે આ ફોટો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી. ઘણા લોકોએ તેની આગામી ફિલ્મ વિશે પણ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. એકે લખ્યું - 'તમારી ફિલ્મનો હીરો કોણ છે?' બીજા એક લખે છે - 'તમે ઘણા બદલાઈ ગયા છો.' એકે લખ્યું - 'જેવા તમે મહાકુંભમાં દેખાતા હતા તેવા જ ફિલ્મમાં પણ દેખાડો.'
મુંબઇ પહોંચી છે વાયરલ ગર્લ
મહાકુંભની વાયરલ ગર્લ એટલે કે મોનાલિસા મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા ધાર્મિક શહેર માહેશ્વરની રહેવાસી છે. તે મહાકુંભ દરમિયાન માળા વેચવા પ્રયાગરાજ ગઈ હતી પરંતુ તેણીએ પોતાની સુંદર અને ભૂરી આંખોથી લોકોના દિલ જીતી લીધા. સોશિયલ મીડિયા પર મોનાલિસા વિશે બધે ચર્ચાઓ શરૂ થઈ ગઈ, ત્યારબાદ તેને ફિલ્મોની ઓફર પણ મળવા લાગી. મોનાલિસા દિગ્દર્શક સનોજ મિશ્રાની 'ધ ડાયરી ઓફ મણિપુર'માં જોવા મળશે, જેના માટે તેણે તૈયારી શરૂ કરી દીધી છે.