ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીના દેશભરમાં લાખો ફેન્સ છે. વિરાટ કોહલીની સાથે ફેન્સ પણ વિરાટ અને અનુષ્કાની જોડીને પસંદ કરે છે. વિરાટ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જ્યારે પણ તે બહાર હોય છે ત્યારે તે પોતાના બાળકોને મીડિયાથી દૂર રાખતો જોવા મળે છે.


પરંતુ હાલમાં વિરાટ કોહલી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. અનુષ્કા શર્મા વિશે દરેક ફેન્સ જાણે છે, પરંતુ વિરાટ કોહલીની સાળી અને અનુષ્કા શર્માની કઝિન બહેન રૂહાની હાલમાં તેના વાયરલ વીડિયોના કારણે ચર્ચામાં છે, દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે રૂહાની શર્મા કોણ છે અને તે શા માટે સમાચારમાં છે.

કોણ છે રૂહાની શર્મા?

રૂહાની શર્મા અનુષ્કા શર્માની કઝિન બહેન છે. રૂહાનીનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો. રૂહાની શર્માએ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. રૂહાનીએ અત્યાર સુધી મોટાભાગે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. રૂહાનીએ ફિલ્મ 'આગ્રા'થી હિન્દીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં મોહિત અગ્રવાલ, રૂહાની શર્મા, પ્રિયંકા બોઝ, વિભા છિબ્બર, સોનલ ઝા અને આંચલ ગોસ્વામી છે. આ ફિલ્મનું પ્રીમિયર 24 મે 2023 ના રોજ 2023 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

https://www.instagram.com/p/C_vQcZBTCx1/?img_index=1 

રૂહાની શર્મા પહેલીવાર 2013માં પંજાબી મ્યુઝિક વીડિયો 'ઠેકા બાય એમી બેઈસ', 'ક્લાસરૂમ' અને 'કુડી તુ પટાકા'માં જોવા મળી હતી. આ પછી, 2017 માં, તેણે તમિલ ફિલ્મ 'કદૈસી બેંચ કાર્થિ' સાથે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી અને રાહુલ રવિન્દ્રનની ફિલ્મ 'ચી લા સો' દ્વારા તેલુગુમાં પ્રવેશ કર્યો અને આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ પછી તેણે 'હિટઃ ધ ફર્સ્ટ કેસ' અને 'નુતોક્કા જીલલા અંદાગાડુ' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ઈન્ટીમેટ સીન વાયરલ થવાના કારણે ચર્ચામાં

આગ્રા ફિલ્મ ઓનલાઈન લીક થયા પછી, ફિલ્મની કેટલીક ક્લિપ્સ વાયરલ થઈ હતી જેમાં તેના કેટલાક ઈન્ટીમેન્ટ સીન હતા, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. ફિલ્મમાં ઈન્ટીમેટ સીન્સ માટે એક્ટ્રેસને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. આ પછી રૂહાનીએ સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરી હતી.

  • Follow us on: