- પલ્લવી જોશી હાલ ફિલ્મમેકર પતિ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરના શૂટિંગમાં વ્યસ્ત
- ફિલ્મના શૂટિંગ દરમિયાન પલ્લવી જોશીને ઈજા થઈ હતી
- એક વાહને કાબૂ ગુમાવ્યો અને અભિનેત્રીને ટક્કર મારી
બોલિવૂડ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના અભિનેત્રી પલ્લવી જોશી એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. હાલમાં તેઓ ફિલ્મમેકર પતિ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે. સોમવારે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને ઈજા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે શૂટિંગ સ્થળ પર હાજર સૂત્રોએ જણાવ્યું કે એક વાહને કાબૂ ગુમાવ્યો અને અભિનેત્રીને ટક્કર મારી.
જોકે ઈજાગ્રસ્ત થયા બાદ પણ પલ્લવી જોશીએ પોતાનો શોટ પૂરો કર્યો અને પછી સારવાર માટે ગયા. હાલમાં પલ્લવી જોશીની હૈદરાબાદની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે સ્વસ્થ છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે પલ્લવી જોશીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી ઘણી ચર્ચાઓ કરી હતી. આ ફિલ્મમાં તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ વેક્સીન વોરની જાહેરાત કરી હતી.










