• કૉફી વીથ કરણના શૉમાં કહી હતી વાત

  • ફિલ્મ ડાયરેક્ટ પણ આ વાતના સાક્ષી રહ્યા
  • યશરાજ સ્પાય યુનિવર્સનો ભાગ બન્યો હીરો

સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં જોરદાર એક્શન સિન જોવા મળી રહ્યા છે. તેણે આ ફિલ્મમાં કેટરિનાએ ઝોયાનું પાત્ર ભજવ્યું છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જો કે, તેની કારકિર્દીની શરૂઆતમાં થોડી સામાન્ય કહી શકાય એવી ફિલ્મો એને મળતી હતી. પણ ટાઈગરથી એનો ગ્રાફ સતત ઊચો રહ્યો છે. કેટરિના બેસ્ટ એક્ટ્રેસ જ નહીં પણ ખૂબ સારી વ્યક્તિ છે. જે પોતાની ફીટનેસ પ્રત્યે ખૂબ જ એલર્ટ છે.

શૉમાં કર્યો હતો મોટો ખુલાસો

એક શોમાં આ હીરોએ ખુલાસો કર્યો હતો કે, તે કેટરિના કૈફને રોમેન્ટિક ડેટ પર લઈને દીપિકા પાદુકોણ સાથે ઈન્ટિમેટ સીન કરવા માંગે છે. આ હીરોએ વર્ષ 2014માં કરણ જોહરના લોકપ્રિય શો 'કોફી વિથ કરણ'માં ભાગ લીધો હતો. તેના દિગ્દર્શક-નિર્માતા મહેશ ભટ્ટ પણ આ શોમાં હાજર રહ્યા હતા. શોના રેપિડ ફાયર દરમિયાન, કરણ જોહરે પૂછ્યું કે તે કઈ અભિનેત્રી સાથે રોમેન્ટિક ડેટ પર જવા માંગે છે, તો તેણે કેટરિના કૈફનું નામ લીધું. આ પછી, શો 'કોફી વિથ કરણ'માં પૂછવામાં આવ્યું કે તે કઈ બોલિવૂડ બ્યુટી સાથે ઈન્ટીમેટ સીન કરવા ઈચ્છશે, જેના જવાબમાં તેણે દીપિકા પાદુકોણનું નામ લીધું હતું.

સ્પાય યુનિવર્સનો એક ભાગ બની ગયો

દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ પાસે સ્પાય યુનિવર્સની ફિલ્મોનું ખાસ કલેક્શન છે. કેટરિનાએ 'ટાઈગર 3'માં ISI એજન્ટ ઝોયા હુમાનીની ભૂમિકા ભજવી છે. જ્યારે દીપિકા પાદુકોણે 'પઠાણ'માં ISI એજન્ટ રૂબિના મોહસીનનો રોલ કર્યો હતો. હવે ઈમરાન હાશ્મી પણ 'ટાઈગર 3' સાથે આ ફ્રેન્ચાઈઝીનો ભાગ બની ગયો છે. જોવાનું એ રહે છે યશરાજના આગામી પ્રોજેક્ટમાં હાશમીને કામ કરવાોન ચાન્સ મળી રહે છે કે નહીં. 

કિસર તરીકેની ઈમેજ હતી

સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં ઈમરાન હાશ્મી વિલનનો રોલ પ્લે કરી રહ્યો છે. તેણે આ ફિલ્મમાં આતિશ રહેમાનનું પાત્ર ભજવ્યું છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કારકિર્દીની શરૂઆતમાં, ઈમરાન હાશ્મીએ સીરીયલ કિસર તરીકે ઓળખ મેળવી હતી. તેણે ફિલ્મોમાં ઘણી હિરોઈન સાથે ઘણો રોમાન્સ કર્યો છે. ઈમરાન હાશ્મી માત્ર એક સારો અભિનેતા જ નથી પરંતુ તેની સ્પષ્ટવક્તા માટે પણ જાણીતો છે. 

  • Follow us on: