- તાપસી પન્નુ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસના લગ્નની અફવા ફેલાઈ
- તાપસી પન્નુએ મેથિયાસ બો સાથેના તેના સંબંધો અંગે મૌન તોડ્યું
- હું જયારે લગ્ન કરીશ ત્યારે બધાને ખબર પડી જશે:તાપસી પન્નુ
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ થોડા દિવસ પહેલા જ તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે તે લાંબા સમયથી બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બોને ડેટ કરી રહી છે. આ સમાચાર આવ્યા બાદ ફેન્સ ખુશીની ઉછળી પડ્યા હતા.
તાપસી પન્નુ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસના લગ્નની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. હવે તાપસી પન્નુએ પોતાના લગ્નના પ્લાનને લઈને અપડેટ આપી છે. તેણે બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથેના પોતાના સંબંધો અંગે ખુલી વાતચીત કરી છે.
તાપસી પન્નુ સંબંધોને લઈને કર્યો ખુલાસો
તાપસી પન્નુએ એક ઈન્ટરવ્યુમાં બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથેના તેના સંબંધો અંગે મૌન તોડ્યું છે. તેણીએ કહ્યું હતું કે, 'સાચું કહું તો મારી ડેટિંગ લાઈફ ક્યારેય ખૂબ જ આકર્ષક રહી નથી. બીજા બધાની જેમ મારે પણ મારા રાજકુમાર સુધી પહોંચતા પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'તેને (મેથિયસ બો)ને મળતા પહેલા હું વિચારતી હતી કે માત્ર એક મેચ્યોર વ્યક્તિ જ મને આ અનુભવ કરાવી શકે છે.'
તાપસીએ આગળ કહ્યું હતું કે, 'મેથિયાસ બો માત્ર મને જ નહીં પરંતુ મારા પરિવાર અને મારી દિનચર્યાને પણ પ્રભાવિત કરે છે. તેથી મને સમજાયું કે મારે એક મેચ્યોર વ્યક્તિ સાથે રહેવું છે.
લગ્ન અંગે આવી પ્રતિક્રિયા આપી
આ દરમિયાન તાપસી પન્નુએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા તેના લગ્નના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી. તાપસીએ કહ્યું હતું કે, 'હું કોઈ દિવસ લગ્ન કરવાનું વિચારી રહી છું પરંતુ જ્યારે પણ તે દિવસ આવશે ત્યારે બધાને ખબર પડી જશે. લગ્ન અંગે અફવાઓ ફેલાવવી નકામી છે.' અફવાઓ પર તેણે કહ્યું હતું કે, 'જો તમારે લગ્ન વિશે અનુમાન લગાવવું હતું તો તમારે આ કામ 10 વર્ષ પહેલા શરૂ કરી દેવું જોઈતું હતું.'
અભિનેત્રીએ કહ્યું હતું કે, 'જ્યારથી મેં મેથિયાસ બોને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી મને ખબર હતી કે જ્યારે પણ હું લગ્ન કરીશ તે તેની સાથે જ કરીશ. મને સમજાતું નથી કે લગ્નની આટલી ઉતાવળ શા માટે છે? તમે લોકો મને મારા કામ માટે પ્રેમ કરો છો અને હું અત્યારે મારા અંગત જીવન અંગે કોઈ સ્પષ્ટતા કરવા માંગતી નથી.
અફવાઓ પર પૂર્ણવિરામ
તાપસી પન્નુએ વધુમાં કહ્યું હતું કે તે તેના સંબંધોને લઈને ખૂબ જ ઈમાનદાર છે. તેણે કશું છુપાવ્યું નથી. લગ્ન થશે ત્યારે લોકોને ખબર પડશે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ પોતાના મંતવ્યો રાખીને લગ્નના સમાચારો પર હાલ પૂરતું પૂર્ણવિરામ લગાવી દીધું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ડંકી'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા'માં જોવા મળશે. હાલમાં જ મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું.