ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક નાની-મોટી અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નતાશાના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વાત કરીએ તો તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 4.1 મિલિયન ફોલોઅર્સ છે. નતાશાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જેને જોઈને લાગે છે કે હવે નતાશા ભારત છોડીને જઈ રહી છે.


નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી

નતાશા સ્ટેનકોવિક ઇન્સ્ટાગ્રામ પર દરરોજ તેના જીવન સાથે જોડાયેલી તમામ માહિતી અપડેટ તેના ફેન્સને આપે છે. નતાશાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે  એરપોર્ટની તસવીર શેર કરી છે અને જેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તે ભારત છોડીને હવે તેના વતન અથવા તો ક્યાંક જવાની તૈયારી કરી રહી છે. જ્યારથી નતાશા મુંબઈ આવી છે ત્યારથી તે લોકોને મળી રહી છે પરંતુ આ તસવીર તે મુંબઈમાં કોઈને મળવા જઈ રહી છે તેની નથી પરંતુ તે મુંબઈની બહાર જઈ રહી હોવાનું લાગી રહ્યું છે કારણ કે તે ફ્લાઈટમાં જવાની છે. 


નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે જેમાં અગસ્ત્ય ક્યાંય દેખાતો નથી. કદાચ તે અગસ્ત્યને મુંબઈ છોડીને કોઈ અન્ય શહેર અથવા સર્બિયા જવાની છે.  તેણે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વાત ફક્ત નતાશા જ કહી શકે છે.

હાર્દિક હજી કોઈને મળ્યો નથી

જ્યારથી નતાશા સ્ટેનકોવિક મુંબઈ આવી છે ત્યારથી હાર્દિક અને નતાશા મળ્યા નથી. નતાશાને છોડો હાર્દિક હજુ સુધી અગસ્ત્યને મળ્યો નથી. અગસ્ત્ય જ્યારે હાર્દિકના ઘરે રોકાયો હતો ત્યારે અગસ્ત્ય અને તેના પિતરાઈ ભાઈની ઘણી તસવીરો જોવા મળી હતી. નતાશાએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે અને હાર્દિકની ભાભી પંખુરી શર્માએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર અગસ્ત્યની તસવીર શેર કરી છે.

સાથે જ લાંબા સમય બાદ હાર્દિકે તેના પુત્ર અગસ્ત્યની તસવીર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ જોઈને લાગે છે કે હાર્દિકની ધીરજ હવે તૂટી ગઈ છે અને તે પોતાના પુત્રને પણ મળવા માંગે છે.

  • Follow us on: