લોકપ્રિય અભિનેત્રી હિના ખાને 4 જૂને પોતાના અને રોકીના લગ્નના ફોટા શેર કરીને ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. હિના ખાનના લગ્નના ફોટા હાલમાં ઇન્ટરનેટ પર છવાયેલા છે.હિના ખાન હાલ કેન્સર સામે ઝઝુમી રહી છે અને આવી સ્થિતિમાં તેને લગ્નના ફોટોઝ જોઈને ફેન્સ દંગ થઈ ગયા હતા. હિના ખાનનો સિમ્પલ બ્રાઈડલ લુક અને ખાસ કરીને તેની મહેંદીએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેચ્યું છે.


હિના ખાનની મહેંદી કોણે લગાવી?

હિના ખાનની દુલ્હનની મહેંદી ખૂબ જ સુંદર છે. અભિનેત્રીએ તેના લગ્નના પોશાક અને મેકઅપની જેમ તેના લગ્નની મહેંદીને સુંદર રીતે સજાવી છે. હિનાના પગની મહેંદી હાથ કરતા વધુ સુંદર અને અનોખી રીતે લગાવવામાં આવી છે. તેથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે હિનાને લગ્નની મહેંદી કોણે લગાવી છે અને આ દરમિયાન હિના ખાને જ પોતાના મહેંદી કલાકરાનું નામ જાહેર કર્યું છે.

બોલીવુડની મહેંદી ક્વીન છે આ કલાકાર

હિના ખાનને તેના ખાસ દિવસે મહેંદી લગાવનાર કલાકાર બીજું કોઈ નહીં પણ બોલીવુડની મહેંદી ક્વીન છે. વીણા નાગડાએ તેના લગ્ન માટે હિના ખાનને મહેંદી લગાવી છે. તમને જણાવી દઈએ કે, વીણા નાગડાની બોલીવુડ સેલિબ્રિટીઓમાં ખૂબ માંગ છે. તેમના ગ્રાહકોની યાદીમાં બોલીવુડ સેલિબ્રિટી સિવાય અંબાણી, ટાટા અને બિરલા પણ સામેલ છે. વીણા નાગડાએ દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર જેવા સેલિબ્રિટીઝને પણ લગ્નમાં મહેંદી લગાવી હતી.

મોટા સેલેબ્સ પણ તેની પાસે મહેંદી લગાવે

તેની માગ એટલી વધારે છે કે આખો કપૂર પરિવાર ઘણા વર્ષોથી ફક્ત તેના દ્વારા જ મહેંદી લગાવવાનું પસંદ કરે છે. કોઈના ઘરે લગ્ન હોય કે કરવા ચોથનો પ્રસંગ હોય, બધા બોલીવુડ સેલેબ્સ ફક્ત વીણા નાગડાને યાદ કરે છે. તેના સોશિયલ મીડિયા પર તમને તેના ફોટા અને વીડિયો મોટા સેલિબ્રિટીઝ, રાજકારણીઓ અને વ્યવસાયિક પરિવારો સાથે જોવા મળશે જેમના પર તેણે પોતે મહેંદી લગાવી છે. હવે ભારતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનનું નામ પણ આ યાદીમાં સામેલ થયું છે.


  • Follow us on: