• હાર્દિક પંડ્યા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે
  • હાર્દિક પંડ્યાનું નામ જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે
  • હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ કે એક્સ વાઈફ કોણ છે સૌથી અમીર?

હાલમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર અને સોશિયલ મીડિયા સ્ટાર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ બંને સ્ટાર્સની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. જાસ્મિન અને હાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. આ બંને તસ્વીરોનું બેકગ્રાઉન્ડ એકદમ સરખું જ દેખાતું હતું.

હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાને લઈને ચાલી રહી છે ચર્ચા

જ્યારે બંને સેલિબ્રિટીઓએ એકબીજાની તસવીરો લાઈક કરી, ત્યારે તેમના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું. હાલ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. ફેન્સનું માનવું છે કે હાલમાં બંને લોકો એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આખી દુનિયાને સારા સમાચાર આપી શકે છે.

નતાશા અને હાર્દિકે અલગ થવાનો લીધો નિર્ણય

જાસ્મીન વાલિયા પહેલા હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેએ કોઈ કારણોસર અલગ થવાનો નિર્ણય લીધો છે. હાલમાં સ્ટેનકોવિક પોતાના બાળક સાથે સર્બિયામાં છે. હાલમાં તે ફરીથી ભારત પરત આવશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.

કોણ છે સૌથી અમીર?

હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા અને ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકની સંપત્તિ વિશે વાત કરીએ તો, નતાશા જાસ્મીન વાલિયા કરતાં ઘણી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નતાશાની વર્તમાન નેટવર્થ લગભગ 20 કરોડ રૂપિયા છે. તેને આ કમાણી ડાન્સ, એડવર્ટાઈઝિંગ અને મોડલિંગમાંથી મળી છે.

જાસ્મીન વાલિયાની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયાની આસપાસ છે. તેણે આ કમાણી સિંગિંગ, મોડલિંગ અને એડવર્ટાઈઝિંગમાંથી પણ કરી છે. એક રિપોર્ટ મુજબ જાસ્મીન વાલિયાએ ખૂબ જ નાની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું.

  • Follow us on: