બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓને કારણે અભિષેક સતત સમાચારોમાં રહે છે. આ અભિનેત્રી નિમ્રત કૌર સાથે તેના જોડાણના અહેવાલો આવ્યા હતા, જોકે આ સમાચાર માત્ર અફવા સાબિત થયા હતા. ત્યારે હમણા થોડા દિવસો પહેલા દીકરી આરાધ્યાના જન્મદિવસ પર પણ તે ફોટોમાં જોવા મળ્યો ન હતો. આ બધા વચ્ચે અભિષેક બચ્ચનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યો છે કે હું જે છું તે છું. તેમાં કંઇ બદલી શકતો નથી.


અભિષેક બચ્ચનુ નિવેદન વાયરલ

મહત્વનું છે કે હાલમાં જ અભિષેકની નવી ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ દરમિયાન અભિષેકનો એક ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આશા ન છોડવાની વાત કરી રહ્યો છે. અભિષેક બચ્ચને ઈ-ટાઇમ્સને આપેલું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. પોતાના અંગત જીવન વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે, 'હું જે છું તે બદલી શકતો નથી.'

તેમણે કહ્યું કે આપણે આપણી ભલાઈ અને આપણા મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ. જો આપણે નકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તો તે આપણા જીવનને અસર કરવાનું શરૂ કરશે. હું મારા જીવનમાં આશા અને સકારાત્મકતા શોધું છું અને આ જ વસ્તુ છે જે મને આગળ વધવાની પ્રેરણા આપે છે.'

દ્રઢતા શબ્દ સાથે કરી અંગત વાત

ઈ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં અભિષેક બચ્ચને કહ્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, વ્યક્તિએ પોતાની આશાનું કિરણ શોધતા રહેવું જોઈએ. અભિનેતા તેના અંગત જીવનમાં નકારાત્મકતાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વાતચીતમાં તેણે કહ્યું, 'હિન્દીમાં 'દ્રઢતા' નામનો એક શબ્દ છે. ક્યાંકને ક્યાંક એક વ્યક્તિના રૂપમાં તમે જે છો તેને ક્યારેય બદલવુ ન જોઇએ.

હું સકારાત્મક વ્યક્તિ છું

તમારા મૂળભૂત સિદ્ધાંતો ક્યારેય બદલાવા જોઈએ નહીં. અભિનેતા માને છે કે જ્યારે ખરાબ તેની ખરાબીને છોડતો નથી, તો પછી સારાએ તેની સારાઇ કેમ છોડી દેવી જોઈએ? હું કોણ છું તે હું બદલી શકતો નથી. હું ખૂબ જ સકારાત્મક વ્યક્તિ છું જે નકારાત્મકતા પર ધ્યાન આપી શકતો નથી. જ્યારે તમે નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તે તમને ડૂબાડી દે છે.


  • Follow us on: