- જેનિફર અને અસિત વચ્ચેની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો :ગુરુચરણ
- હું જેનિફર જીને મળ્યો અને તેમની સાથે ઘણી વાતો કરી હતી
- તેણે અસિત મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર ગુરુચરણ સોઢી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હકીકતમાં તે કોઈને જાણ કર્યા વિના અચાનક ગુમ થયો હતો અને તમામ લોકો આ સમાચારથી ચોંકી ગયા હતા. હવે અભિનેતા પાછો ફર્યો છે અને કામની શોધમાં છે.
તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીને મળ્યો. આ સાથે તે કો-એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીને પણ મળ્યો હતો. અભિનેતાએ હાલમાં જણાવ્યું હતું કે તેણે જેનિફર અને અસિત વચ્ચેની સમસ્યાને ઉકેલવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જેનિફરે અસિત મોદી પર આરોપ લગાવ્યો હતો
જેનિફર મિસ્ત્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસિસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી રહી હતી. તેણે શો છોડી દીધો હતો. શો છોડ્યા બાદ તેણે અસિત મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે અસિત મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો.
ગુરુચરણે અસિત અને જેનિફર વચ્ચે વસ્તુઓ ઠીક કરવાનો પ્રયાસ કર્યો
ગુરુચરણ સોઢીએ જણાવ્યું હતું કે, 'હું આ વિશે બે વાત કહીશ. હું જેનિફર જીને મળ્યો અને તેમની સાથે ઘણી વાતો કરી હતી. હું પણ અસિતભાઈ પાસે જતો કારણ કે મારી તેમની સાથે કેટલીક બાબતો હતી. મે બંનેને મળવાનો પ્રયત્ન કર્યો. મેં આનો 100 ટકા પ્રયાસ કર્યો. કંઈક એવું બન્યું હતું કે એવું લાગતું હતું કે આ વસ્તુને લીધે મારાથી કંઈ થઈ શકશે નહીં. કારણ કે ક્યારેક મદદ કરવા જનાર નિર્દોષમાંથી દોષિત બની જાય છે. મેં કોશિશ કરી હતી કે આપણે બંને મળીએ અને સમસ્યાનો ઉકેલ લાવીએ.
દિશા પણ શોમાં પાછી આવવા માંગતી હતી
ગુરુચરણે ઈન્ટરવ્યુમાં દિશા વાકાણી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે દિશાએ શો છોડ્યો ત્યારે બધું બરાબર હતું. તે સમયે તેમના ઘરમાં લગ્નનો માહોલ હોવાથી કોઈને પણ ખરાબ લાગતું ન હતું. જો કે આ પછી તેણીએ પાછા આવવા માટે ફોન પણ કર્યો હતો અને તે ચોક્કસ પાછી આવી જ હશે પરંતુ છેલ્લી ઘડીએ કંઈક એવું બન્યું કે તે પાછી ન આવી શકી.