સલમાન ખાન જેટલો તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે તેટલો જ તેની પર્સનલ લાઈફ પણ ચર્ચાનો વિષય બની છે. તેનું નામ અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ કોઈની સાથે પણ તેનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો નથી. સલમાનને ડેટ કરનારાઓમાંની એક સોમી અલી હતી જે તેની સાથે લગ્ન કરવાના ઈરાદાથી ભારત આવી હતી. ત્યારે હવે અભિનેત્રીએ સલમાન ખાન અંગે ખુલાસા કર્યા છે.

સલમાન અડધી રાત્રે સોમીને મળવા જતો

એક ઈન્ટરવ્યુમાં સોમીએ કહ્યું હતું કે, જ્યારે સલમાન અભિનેત્રી સંગીતા બિજલાનીને ડેટ કરતો હતો ત્યારે તે સતત મારા સંપર્કમાં હતો. તે સમયે સલમાન મને અડધી રાત્રે ગુપ્ત રીતે મળતો હતો. સલમાન રાત્રે 2 વાગે પાઈપ મારફત મારી બિલ્ડિંગમાં આવતો હતો તે મારા માટે ખૂબ જ રોમેન્ટિક હતું. ત્યાર બાદ સંગીતાએ એક દિવસ અમને રંગે હાથે પકડ્યા હતા.

જ્યારે સંગીતા સોમીના રૂમમાં ગઈ તો...

સોમીએ કહ્યું હતું કે, 'એકવાર સલમાન અને હું રૂમમાં બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે સંગીતા અચાનક ત્યાં આવી. તે સમયે સંગીતા અને સલમાનના લગ્ન થવાના હતા અને તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ જ્યારે સંગીતા મારા એપાર્ટમેન્ટમાં આવી જ્યારે મને અને સલમાનને એકસાથે જોયા તો તેણે મને કહ્યું કે તેને અમારી વચ્ચે પસંદ કરવાનું છે અને તે 10 મિનિટમાં પાછો આવશે.

સલમાનના આ નિર્ણયથી સોમી ચોંકી

સોમી કહે છે કે, 'સલમાન 10 મિનિટમાં પાછો આવ્યો. તેણે કહ્યું હતું કે તેનું સંગીતા સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને તે મારી સાથે રહેવા માંગે છે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું હતું.' તમને જણાવી દઈએ કે સોમી અને સલમાનને એકસાથે જોયા બાદ સંગીતાએ પણ સલમાન સાથેના લગ્ન તોડી નાખ્યા હતા. અહીંથી જ સલમાન અને સોમીની લવ સ્ટોરી શરૂ થઈ હતી પરંતુ કેટલાક વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ તેમના સંબંધોનો પણ અંત આવી ગયો હતો.

સલમાન અને ઐશ્વર્યાનું અફેર

આ જ ઈન્ટરવ્યુમાં સોમીએ જણાવ્યું કે ઐશ્વર્યા રાય ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાનના જિમમાં આવવા લાગી હતી. જ્યાં તે અને અભિનેતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા અને સલમાન પ્રેમમાં પડ્યા હતા. મને અંદરના નોકરો પાસેથી માહિતી મળી રહી હતી. હું સમજી ગઈ કે આ સંબંધ ગંભીર બનવા જઈ રહ્યો છે અને મારે પાછા જવું પડશે.

ઐશ્વર્યા પછી કેટરિનાના પ્રેમમાં પડ્યો

સલમાન અને ઐશ્વર્યા 2 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા પરંતુ 2001માં તેમનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ બાદ ઐશ્વર્યાએ સલમાન પર મારપીટ અને શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. ઐશ્વર્યા બાદ સલમાને કેટરીના કૈફને ડેટ કરી હતી.

  • Follow us on: