- અભિષેક બચ્ચનને છોડીને પોતાની માતા સાથે પિયરમાં રહે છે એશ્વર્યા રાય
- અભિષેક બચ્ચને મુંબઈમાં 6 નવા એપાર્ટમેન્ટ ખરીદ્યા લોકોએ ઉઠાવ્યા સવાલો
- અભિષેક બચ્ચન પણ 'જલસા' છોડશે અને પરિવારથી અલગ થશે?: લોકો
બોલીવુડના સૌથી જાણીતા પરિવાર એટલે કે બચ્ચન પરિવારમાં ઘરકંકાસ સતત વધી રહ્યો છે. ઘરની પુત્રવધુ પતિ અભિષેક બચ્ચનને છોડીને પોતાની માતા સાથે પિયરમાં રહે છે. કહેવામાં આવે છે, એશ્વર્યા રાયનો સાસુ અને નણંદ સાથે વિવાદ ચાલી રહ્યો છે.
અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ અભિષેક બચ્ચને મુંબઈમાં 6 નવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ એપાર્ટમેન્ટની કિંમત પણ કરોડો રૂપિયામાં હોવાનું કહેવાય છે. એપાર્ટમેન્ટ ખરીદવાના સમાચાર વચ્ચે ચાહકોએ અભિષેક બચ્ચનને સવાલ કરવા માંડ્યા છે કે શું તે પત્ની ઐશ્વર્યા બાદ 'જલસા' પણ છોડશે?
તમને જણાવી દઈએ કે 5 મેના રોજ વેચાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે અભિનેતાએ 6 એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે જેના માટે 15 કરોડ રૂપિયાનું જંગી રોકાણ ખર્ચવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ વાતની જાણ થતાં જ અભિષેકના 'જલસા' છોડવાના સમાચારે જોર પકડ્યું હતું.
શું અભિષેક 'જલસા' છોડી દેશે?
અહેવાલ અનુસાર, ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનનું ઘર 'જલસા' કાયમ માટે છોડી દીધું હતું. આ પછી સમાચાર આવવા લાગ્યા કે શું તે હવે તેના પતિથી પણ અલગ થઈ જશે? જલસા છોડ્યા બાદ ઐશ્વર્યા તેની માતા વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી.
અભિષેકે એપાર્ટમેન્ટ ખરીદ્યું
ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અલગ થવાના સમાચારે જોર પકડ્યું હતું. એવા અહેવાલ હતા કે બંને છૂટાછેડા લઈ શકે છે. જોકે, આ સમાચાર પર બચ્ચન પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે ઐશ્વર્યા રાયે જલસા છોડવાના સમાચાર આવ્યા બાદ જ્યારે અભિષેકે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા ત્યારે દરેક લોકો અટકળો લગાવવા લાગ્યા કે શું એક્ટર તેની પત્ની બાદ તેના પિતાનું ઘર 'જલસા' પણ છોડી દેશે?
અભિષેક માત્ર એક્ટર જ નથી પણ બિઝનેસમેન પણ
જો કે, અમે તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઈએ કે એક્ટર હોવા ઉપરાંત અભિષેક બચ્ચન એક સફળ બિઝનેસમેન પણ છે. આવી સ્થિતિમાં, એવું પણ શક્ય છે કે તેઓએ આ એપાર્ટમેન્ટ્સ વ્યવસાયિક હેતુઓ માટે ખરીદ્યા હોય. હાલમાં તેના જલસાથી અલગ થવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેમજ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ પણ કરવામાં આવી નથી. હાલમાં આ બધી અફવાઓ છે. સમય સાથે જ એ સ્પષ્ટ થશે કે અભિષેક બચ્ચન તેના પિતાના ઘરે રહે છે કે અલગ.