• ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેનાં સબંધોમાં ખટાશ
  • કોઈ દંપતિ 50 વર્ષની ઉંમરે છૂટાછેડા લે તો 'ગ્રે ડિવોર્સ' કહેવાય છે
  • અભિષેક બચ્ચને ગ્રે ડિવોર્સની  પોસ્ટ પર 'લાઈક' બટન દબાવ્યું

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના અણબનાવ દરરોજ ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવારના સબંધોનાં ખટાશ એ ફેન્સ માટે ચિંતાનો વિષય છે. 

બચ્ચન પરિવારથી ઐશ્વર્યા રાયનું અંતર

એક પછી એક એવા ઘણા પુરાવા છે જે આ સંબંધના અંત અંગે બધાની સામે સાક્ષી આપી રહ્યા છે. હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. હવે અભિષેક બચ્ચને કંઈક એવું કર્યું છે જેનાથી ફેન્સ પણ ચોંકી ગયા છે.

અભિષેક બચ્ચનની પોસ્ટે હોબાળો મચાવ્યો 

અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં, અભિનેતાએ એક પોસ્ટને લાઇક કરી હતી જેને લોકો તેના છૂટાછેડા સાથે જોડે છે. તે પોસ્ટમાં લખ્યું છે કે, 'છૂટાછેડા કોઈના માટે ક્યારેય સરળ નથી હોતા.'

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનનો સંબંધ

હાલમાં આખો બચ્ચન પરિવાર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં સામેલ થયો હતો પરંતુ પુત્રવધૂ ઐશ્વર્યા રાય તેના સાસરિયાઓ સાથે આવી નહોતી. લગ્નમાં ઐશ્વર્યાએ બચ્ચન પરિવાર સાથે કોઈ ફોટો ક્લિક કરાવ્યો પણ નહોતો.

'જ્યારે પ્રેમ હવે સરળ નથી'

અંબાણી પરિવારની પાર્ટીમાંથી મુક્ત થયા બાદ અભિષેક બચ્ચને પોસ્ટને લાઈક કરી છે અને ફોટો પર લખ્યું છે કે, જ્યારે પ્રેમ હવે સરળ નથી કેપ્શનમાં લખ્યું છે કે, છૂટાછેડા કોઈના માટે સરળ નથી. રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધ યુગલોનો હાથ પકડીને હ્રદયસ્પર્શી વિડિયો ફરી બનાવવાની કલ્પના કે સુખેથી જીવવાનું સપનું કોણ નથી જોતું?

'ગ્રે ડિવોર્સ' છૂટાછેડા શું છે?

જો કોઈ દંપતિ 50 વર્ષની ઉંમર પછી છૂટાછેડા લેવા માંગે છે તો તેમના માટે 'ગ્રે ડિવોર્સ' અથવા 'સિલ્વર સ્પ્લિટર્સ' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આખી દુનિયામાં આવા છૂટાછેડા વધી રહ્યા છે. જો કે આના કારણો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ આ માટે કોઈ આશ્ચર્યજનક કારણ નથી.

છૂટાછેડાના સમાચારને અભિષેક બચ્ચને આપ્યો વેગ

તમને જણાવી દઈએ કે ગ્રે ડિવોર્સની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિષેક બચ્ચને 'લાઈક' બટન દબાવ્યું હતું અને આ જોયા બાદ લોકોએ અલગ જ ચર્ચા શરૂ કરી દીધી હતી. લોકોનું કહેવું છે કે ઐશ્વર્યા રાય સાથે અલગ થવાના સમાચારને ખુદ અભિષેક બચ્ચને પુરાવો આપ્યો છે. તેઓ આ પોસ્ટ સાથે સંબંધિત છે અને તેથી જ તેમને તે પસંદ આવી છે.


  • Follow us on: