સતત અનેક ફ્લોપ ફિલ્મો બાદ અક્ષય કુમાર ફરી ટ્રેક પર આવી ગયો છે. આ વર્ષે તેની બે ફિલ્મો રિલીઝ થઈ છે. પહેલી- સ્કાયફોર્સ અને બીજી- કેસરી-2. બીજી ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. હવે તેની ત્રીજી ફિલ્મ રિલીઝ થવાની છે. હાઉસફુલ-5 જે 6 જૂને આવી રહી છે.
આ ફિલ્મમાં 19 કલાકારો જોવા મળશે. સાજિદ નડિયાદવાલાની ફિલ્મના બે વર્ઝન CBFC ને સબમિટ કરવામાં આવ્યા છે. હવે નિર્માતાઓના મોટા આયોજન વિશે ખબર પડી છે. નિર્માતાઓએ ફિલ્મના બે વર્ઝન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને શા માટે સબમિટ કર્યા? એક અહેવાલ મુજબ, સાજિદ નડિયાદવાલાએ ખુલાસો કર્યો છે કે તેઓ 'હાઉસફુલ 5' ના બે અલગ અલગ વર્ઝન એક જ દિવસે થિયેટરોમાં રિલીઝ કરશે.
નિર્માતાઓએ કયો ઉકેલ શોધ્યો?
નિર્માતાઓ 'હાઉસફુલ 5' ના બે અલગ અલગ વર્ઝનમાં લાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે બંને વર્ઝનમાં હત્યારાઓ અલગ અલગ હશે. પહેલા વર્ઝનનું નામ છે - HOUSEFULL 5 અને બીજા વર્ઝનનું નામ છે - HOUSEFULL 5A. જો (X) પહેલા વર્ઝનમાં ખૂની હોત. તો બીજા વર્ઝનનો ખૂની (Y) હશે. આ યોજના પાછળનું કારણ લોકોને વારંવાર ફિલ્મ જોવા માટે મજબૂર કરવાનું છે. આવું એટલા માટે થશે કારણ કે દર્શકો હત્યારાઓના બંને વર્ઝનને જોઈ શકશે.
મીડિયા માહિતી મુજબ, ફિલ્મની છેલ્લી 20 મિનિટ સંપૂર્ણપણે અલગ અને જોરદાર હશે. લોકોને કોમેડીની સાથે એક સંપૂર્ણપણે નવો અનુભવ પણ મળશે. બંને વર્ઝન બુક માય શોમાં અલગ રીતે બુક કરી શકશો. જેથી દર્શકોમે ને જે વર્ઝન જોવું હોય તે જોઈ શકશે.
લોકોના ખિસ્સા ખાલી થશે!
નિર્માતાઓના આ જુગાડને કારણે, દર્શકોને બમણા પૈસા ખર્ચવા પડશે. જોકે એક જ ફિલ્મને બે અલગ અલગ ક્લાઇમેક્સ સાથે રિલીઝ કરવી એ એક સારો નિર્ણય છે. જો કોઈ વ્યક્તિ બંને વર્ઝન જુએ છે, તો તેણે બમણા પૈસા ખર્ચવા પડશે. જેના કારણે બિઝનેસ વધશે અને ફિલ્મ હિટ લિસ્ટમાં પણ આવશે. સાજિદ નડિયાદવાલાની આ યોજના ફિલ્મ માટે કેટલી ઉપયોગી છે? તે જોવા જેવી વાત હશે. આ એક એવી યોજના છે, જે અક્ષય કુમારની વર્ષો જૂની અધૂરી ઇચ્છાને પૂર્ણ કરી શકે છે. હવે આખરે હિટ ફિલ્મની શોધ પૂરી થઈ ગઈ હશે.