- સલમાન ખાનના શૉ-બિગ બોસ-17માં દંપતી વચ્ચે તુતુ મેં મેં
- અંકિતા લોખંડે અને વિક્કી વચ્ચે ઘર્ષણ
- શૉમાં દંપતી એકબીજાને કોમેન્ટ કરતા જોવા મળ્યાં
બિગ બોસ-17ના ઘરમાં અંકિતા લોખંડે અને વિક્કી જૈન ઘણીવાર ઝઘડતા જોવા મળતા હોય છે. ફરી એકવાર બંનેએ લાંબી રકઝક બાદ એકબીજા પર કોમેન્ટ કરતા પણ જોવા મળ્યા હતા. બિગ બોસના ટાસ્ક દરમિયાન આયશા ખાને વિક્કી અને તેના લગ્નજીવન અંગે પ્રશ્નોત્તરી કરી ત્યારે વિક્કીએ મજાકમાં જણાવ્યું કે પરિણીત પુરુષના જીવનમાં તકલીફો એકપછી એક આવતી જ રહેતી હોય છે. આનાથી અંકિતા હેરાન થઈ ગઈ હતી. તે પોતાના પતિ સાથે આવી વાતો કહેવાનું કારણ પૂછ્યું હતું. આની પર વિક્કી જવાબ આપે છે. તેને જણાવ્યું કે હું ખરેખર શું અનુભવું છું. તને આની કશી ખબર નથી. પરિણીત લોકો ખાસ કરી પુરુષ આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે. તેઓ એવું નથી દર્શાવી શકતા કે તેઓ કેવી સ્થિતિમાં છે અને તેમને શું તકલીફ થઈ રહી છે. આનાથી અંકિતા વધુ પરેશાન થઈ હતી.
ખટરાગ બાદ છૂટાછેડાના એધાણ
અંકિતાએ ગુસ્સામાં વિક્કીથી છૂટાછેડા માટે કહ્યું હતું. જો તને મારી સાથે તકલીફ હોય તો તું મારી સાથે શા માટે છે? ચાલો છૂટાછેડા લઈને છૂટા પડીએ. આટલું કહેતા એકટ્રેસ ભાવુક થઈ ગઈ હતી અને અંકિતાએ આયશાને જણાવ્યું કે, તે વિક્કી પર વધારે દબાણ કરીને તેની પર હાવી થઈ ગઈ છે.
મહત્ત્વનું છે કે, અંકિતા લોખંડેએ ડિસેમ્બર-2021માં બિઝનેસમેન વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ આ વર્ષે બિગ બોસ-17ના ઘરમાં એકસાથે એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ઘણીવાર તેઓ એકબીજા સાથે ઘર્ષણમાં પણ ઉતરતા જોવા મળ્યા હતાં.













