હાલમાં 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે'ની પ્રખ્યાત અભિનેત્રી ડાકોટા જોહ્ન્સન અને કોલ્ડપ્લે બેન્ડ ગાયક ક્રિસ માર્ટિન ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે બંને તેમના બ્રેકઅપને કારણે સમાચારમાં છે. અહેવાલો અનુસાર, ડાકોટા અને ક્રિસનો 8 વર્ષ જૂનો સંબંધ હવે સમાપ્ત થવાની આરે છે. ઘણા કારણોસર તેમના સબંધોમાં તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી.


ફેમસ કપલના સબંધોમાં તિરાડ?

ડાકોટા અને ક્રિસ મે મહિનામાં સાથે જોવા મળ્યા હતા. બંને 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણી વખત જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા છે. જોકે, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ કપલ અલગ થવા જઈ રહ્યું છે. આ અહેવાલો બહાર આવ્યા બાદ તેમને ફેન્સની ચિંતામાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ પહેલાથી જ સગાઈ કરી લીધી હતી પરંતુ ક્યારેય તેને જાહેર કરી ન હતી. 2020માં તેમની સગાઈની અફવાઓ પણ હતી.

ગયા વર્ષે પણ અલગ થવાના સમાચાર આવ્યા

જોકે, તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ કપલ લગ્ન માટે તૈયાર નથી. ગયા વર્ષે ઓગસ્ટ 2024માં તેમના અલગ થવાના અહેવાલો પણ આવ્યા હતા. પરંતુ તે સમયે ડાકોટા સાથે સંબંધિત એક નજીકના સૂત્રએ આ બાબતોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે બંને સાથે ખુશ છે અને અલગ થવાના સમાચાર નકારી કાઠ્યા હતા. ડાકોટા અને ક્રિસ વચ્ચે ભૂતકાળમાં કેટલીક સમસ્યાઓ રહી છે જેના કારણે તેઓએ વચ્ચે બ્રેક લીધો હતો.

આ રીતે બંનેએ સંબંધ સંભાળ્યો

જોકે, તે સમયે બધું બરાબર હતું અને બંનેએ પોતાના સંબંધો સંભાળી રહ્યા હતા. હાલ બંને પોતાના કરિયરમાં ખૂબ જ વ્યસ્ત છે પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધો સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડાકોટા જોનસને હાલમાં જ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સંબંધો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું હતું કે સમાજ સંબંધો અંગે ખૂબ જ ઝડપથી નિર્ણયો લે છે જેમ કે લગ્ન ક્યારે કરવા જોઈએ, છૂટાછેડા ખોટા છે અથવા કોઈએ ચોક્કસ ઉંમરે લગ્ન કરવા જોઈએ. ડાકોટાએ કહ્યું હતું કે, આ બધી બાબતો જરૂરી નથી. દરેકના સંબંધો અલગ હોય છે અને તેને તે મુજબ સમજવું જોઈએ.

બંને એક્ટર્સનાં વર્ક ફ્રન્ટ

બંનેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ડાકોટા તેની નવી ફિલ્મ 'મટિરિયલિસ્ટ્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે જે 13 જૂને સિનેમાઘરોમાં આવશે. તો બીજી તરફ, ક્રિસ માર્ટિન પણ તેના કોલ્ડપ્લે બેન્ડ સાથે વિશ્વભરમાં શો કરી રહ્યો છે. હાલમાં તે ભારત પ્રવાસ પર પણ જોવા મળ્યો હતો. જોકે, બ્રેકઅપના આ સમાચાર પર બંનેમાંથી કોઈએ નિવેદન કે કોઈ વાતચીત કરી નથી.


  • Follow us on: