• દીપિકા પાદુકોણે BAFTA એવોર્ડ સમારોહમાં હાજરી આપી
  • BAFTA એવોર્ડ શો દરમિયાન અભિનેત્રીનું બેબી બમ્પ દેખાયું
  • દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં કર્યા હતા લગ્ન

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં BAFTA એવોર્ડ્સ 2024માં પોતાની હાજરી આપી હતી. આ દરમિયાન, અભિનેત્રી ફરી એકવાર તેની પ્રેગ્નન્સીને લઈને સમાચારોમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લગ્નના પાંચ વર્ષ બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પારણું બંધાવા જઈ રહ્યું છે. એવા પણ સમાચાર છે કે તે ટૂંક સમયમાં તે માતા બનશે.

એક અહેવાલ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ જાણકારી કપલના નજીકના સૂત્રએ આપી છે. સૂત્રનું કહેવું છે કે દીપિકા અને રણવીરે પોતે જ તેમની સાથે આ સારા સમાચાર શેર કર્યા છે કે તેઓ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.

દીપિકાએ BAFTA એવોર્ડ્સમાં હાજરી આપી

માહિતી આપતાં સૂત્રએ વધુમાં જણાવ્યું કે આ દિવસોમાં દીપિકા પાદુકોણને બીજો ત્રિમાસિક ચાલી રહ્યો છે. તાજેતરમાં જ દીપિકાએ BAFTA એવોર્ડ્સમાં હાજરી આપી હતી. ત્યારથી તેનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે BAFTA એવોર્ડ શો દરમિયાન અભિનેત્રીનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. હાલમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તરફથી પ્રગ્નેન્સી અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, ચાહકો બંને તરફથી આ સારા સમાચાર સાંભળવા આતુર છે. હવે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો સમય જ કહેશે.

દીપિકા-રણવીરએ 2018માં લગ્ન કર્યા

નોંધનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે અમે ક્યારે અમારો પરિવાર શરૂ કરીશું. હાલમાં અભિનેત્રીના માતા બનવાના સમાચાર આવ્યા બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ફાઈટર'માં જોવા મળી હતી. આગામી દિવસોમાં અભિનેત્રી સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે.



  • Follow us on: