• સાનિયા-શોએબના લગ્ન તૂટવાની ભવિષ્યવાણી સાચી
  • સાનિયાના બીજા લગ્ન થશે તેવી ભવિષ્યવાણી કરાઈ
  • શોએબ-સનાના સંબંધોને લઈને ચોંકાવનારી આગાહી

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તેણે તેના પતિ શોએબ મલિક સાથે છૂટાછેડા લઈ લીધા છે. શોએબ મલિકે પણ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. ત્યારબાદ ત્રણેયના અંગત જીવનમા શું થશે તે અંગે ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન પણ નજર રાખી રહ્યુ છે. સાનિયા મિર્ઝાના બીજા લગ્ન અને શોએબ મલિક-સના જાવેદના સંબંધોને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે.

2022માં કરવામા આવી હતી આગાહી

મળતી માહિતી અનુસાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન તૂટી જશે તેની પહેલાથી જ ભવિષ્યવાણી કરવામા આવી હતી. વર્ષ 2022માં જ્યોતિષ પંડિત જગગનાથ ગુરુજીએ કોઈ ત્રીજી વ્યક્તિના આવવાથી તેમના સંબંધોમાં તિરાડ પડશે તે જણાવ્યું હતું. હવે સના જાવેદને ત્રીજા વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે જેના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર બરબાદ થયું છે. એટલે કે આ આગાહી એકદમ સાચી સાબિત થઈ છે.

બીજી વખત કરવામા આવી ભવિષ્યવાણી

જ્યોતિષીએ ફરી એકવાર સાનિયા મિર્ઝાને લઈને ભવિષ્યવાણી કરી છે. પંડિતજી કહ્યું છે કે સૂર્ય અને શનિનો સંયોગ સાનિયા મિર્ઝા માટે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહ્યો છે. તેને લવ લાઈફને લઈને થોડી ચિંતા રહેશે જેના કારણે તેનું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે તેમજ તેઓ ચિંતાનો ભોગ પણ બની શકે છે. સૂર્ય અને શનિના કારણે સાનિયા તમામ પડકારોને પાર કરી લેશે અને આત્મસંયમ મેળવશે. તેમજ પંડિતજીનો દાવો છે કે સાનિયાના 2-3 વર્ષમાં ફરી લગ્ન થવાની સંભાવના છે. તેમાટે તેમને ઘણો સમય લાગી શકે છે.

શોએબ-સનાનો સંબંધ મુશ્કેલીમાંથી પસાર થશે!

સાનિયા મિર્ઝા ઉપરાંત તેના પૂર્વ પતિના લગ્ન જીવનમાં શું થવાનું છે તેની માહિતી પણ સામે આવી છે. પંડિતજીએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને સના જાવેદ વિશે કહ્યું છે કે તેમના લગ્ન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. મંગળના કારણે એવા સંકેતો છે કે બંને વધુ વિચાર કરશે અને આગામી 3-5 વર્ષ સુધી તેમના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. શોએબ મલિક અને સના જાવેદને તેમના પરસ્પર મુદ્દાઓ વિશે સાવચેત રહેવાની સલાહ આપી છે. કારણ કે તે તેમના સંબંધો માટે ખતરો છે.


  • Follow us on: