• ડેવિડ વોર્નરની ફિલ્મમાં કેમિયોને લઈને દરેક જગ્યાએ ચર્ચા
  • ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર જે 'પુષ્પા' ના મોટા ફેન છે
  • ડેવિડ વોર્નરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'પુષ્પા 2'નું પોસ્ટર શેર કર્યું 

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી અલ્લુ અર્જુન અને 'પુષ્પા 2' સંબંધિત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મમાંથી રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યા છે જેની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે. ફેન્સ હવે ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા છે. હાલમાં અલ્લુ અર્જુને એક પોસ્ટ શેર કરીને ફેન્સને તે દિવસ વિશે માહિતી આપી છે કે જે દિવસે ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે. આ સાથે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે આ ફિલ્મમાં એક દિગ્ગજ ક્રિકેટર પણ કેમિયો કરી શકે છે અને આ અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક હિંટ આપી છે.

શું આ ક્રિકેટરની 'પુષ્પા 2'માં એન્ટ્રી થશે?

હકીકતમાં હાલમાં જ અલ્લુ અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'પુષ્પા 2' માંથી તેનો ડેશિંગ લુક શેર કર્યો હતો જેમાં તે હાથમાં ત્રિશૂળ પકડેલો જોવા મળ્યો હતો અને તેની આસપાસ હવામાં લાલ સિંદૂર ઉડતો જોવા મળ્યો હતો. આ લુક શેર કરતા તેણે જણાવ્યું કે ફિલ્મનું ટીઝર 8 એપ્રિલે રિલીઝ થઈ રહ્યું છે. અલ્લુ અર્જુનની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં આ દિગ્ગજ ક્રિકેટરે કંઈક આ રીતે લખ્યું છે જેના પછી ફિલ્મમાં તેના કેમિયોને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ડેવિડ વોર્નરે એક સંકેત આપ્યો 

અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરની જે 'પુષ્પા' ના મોટા ફેન છે. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ક્રિકેટરે અલ્લુ અર્જુનના ઘણા સીન રિક્રિએટ કર્યા હતા. ડેવિડે પુષ્પરાજ સ્ટાઈલમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે તેણે ફિલ્મની સિક્વલને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. કેમિયોને લઈને એક સંકેત પણ આપવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ડેવિડ વોર્નરે લખ્યું હતું કે, 'ગેસ્ટ અપીયરન્સ.' હવે ડેવિડ ખરેખર આ ફિલ્મનો હિસ્સો બનશે કે નહીં તે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. પરંતુ ડેવિડની આ ટિપ્પણીથી ફેન્સ ચોક્કસપણે ઉત્સાહિત થઈ ગયા છે. આ સાથે ડેવિડ વોર્નરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'પુષ્પા 2'નું પોસ્ટર પણ શેર કર્યું છે. ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું હતું કે, 'આતુરતાથી આની રાહ જોઈ રહ્યો છું. 8મી એપ્રિલે આવશે ટીઝર વાહ.'

ફિલ્મ 'પુષ્પા 2' 

તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર સુકુમારની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ' બાદ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફૈસિલ આ સુપરહિટ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની સિક્વલમાં પોતાની ભૂમિકા ફરી કરતા જોવા મળશે. 'પુષ્પા 2' પણ હવે વર્લ્ડ બોક્સ ઓફિસ પર કરોડોની બમ્પર કમાણી કરવા માટે તૈયાર છે. ફેન્સે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાય છે.

  • Follow us on: