- યામી અને આદિત્યના ઘરે નાનકડા મહેમાનનું આગમન
- અભિનેત્રીએ અક્ષય તૃતીયાના દિવસે આપ્યો દિકરાને જન્મ
- કપલે તેમના પુત્રનું નામ વેદવિદ રાખ્યું છે
અભિનેત્રી યામી ગૌતમના ઘરે નાનાકડા મહેમાનનું આગમાન થયુ છે અને અભિનેત્રીએ દિકરાને જન્મ આપ્યો છે. યામી અને તેના પતિ આદિત્યએ આ ખુશખબર ફેન્સ સાથે શેર કર્યા છે. કપલે પોસ્ટ શેર કરીને પુત્રના જન્મની જાણકારી આપી હતી. સાથે જ કપલે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.
યામીએ પુત્રનું નામ આ રાખ્યું
કપલે પોસ્ટ કરીને ડોક્ટરો અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે કપલે જણાવ્યું હતું કે તેઓએ તેમના પુત્રનું નામ વેદવિદ રાખ્યું છે. તેમના પુત્રનો જન્મ અક્ષય તૃતીયાના રોજ થયો હતો. ફેન્સ યામી અને આદિત્યને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે અને અભિનંદન આપી રહ્યા છે. અભિનેતા રણવીર સિંહે લખ્યું હતું કે, ઘણો અને ઘણો પ્રેમ. આયુષ્માન ખુરાનાએ લખ્યું હતું કે, ખૂબ ખૂબ અભિનંદન.
યામી ગૌતમ અને આદિત્ય ધરની વાત કરીએ તો બંનેએ ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં યામી અભિનેત્રી હતી. આદિત્ય ફિલ્મના દિગ્દર્શક હતા. કપલે જણાવ્યું હતું કે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. બંનેએ પોતાની લવ સ્ટોરી ગુપ્ત રાખી હતી. તેમના લગ્ન 4 જૂન 2021ના રોજ થયા હતા. તેમના લગ્ન એક ખાનગી સમારોહમાં થયા હતા જ્યાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર હતા. આ કપલે આ લગ્ન એકદમ સાદાઈથી રાખ્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ કપલ હવે સુખી લગ્ન જીવન જીવી રહ્યું છે.