વર્ષ 2024 માં, અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા અભિનીત 'શૈતાન' નામની એક હોરર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નિર્માણ અજયની કંપની દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. હવે આ બંને પ્રોડક્શન હાઉસ ફરી એકવાર સાથે આવ્યા છે અને એક હોરર ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ 'મા' છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.



મુખ્ય ભૂમિકામાં છે કાજોલ

શૈતાનમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતો, જ્યારે આ વખતે તેની પત્ની કાજોલ મુખ્ય ભૂમિકામાં છે. શૈતાનમાં, અજય તેના પરિવારને શેતાનથી બચાવતો જોવા મળ્યો હતો, જ્યારે કાજોલ પણ ટ્રેલરમાં તેની પુત્રીને શેતાનથી બચાવતી જોવા મળી હતી. આ 2 મિનિટ 24 સેકન્ડનું ટ્રેલર ખૂબ જ અદ્ભુત છે અને તેમાં એવા ભયાનક અનુભવો જોવા મળે છે જે તમારા આત્માને કંપાવી દેશે. તેમજ આ ફિલ્મનું ટ્રેલર કાજોલે સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું અને થોડાક જ સમયમાં અઢળક લાઈક અને કમેન્ટ પણ આવવા લાગી હતી. તેમજ ઘણા ફેન્સએ ટ્રેલરની પ્રશંસા કરી હતી.

ટ્રેલર છે ખૂબ જોરદાર 

ટ્રેલરની શરૂઆત એક કારના દ્રશ્યથી થાય છે. કાજોલ તેની દીકરી સાથે ક્યાંક જઈ રહી છે. પછી તેની દીકરીને પેટમાં દુખાવો થાય છે. તે તેની દીકરીને કહે છે કે તે કોઈ હોટલમાં ગાડી રોકશે. પછી એક રાક્ષસ તેમની કાર પર હુમલો કરે છે. તે પછી આગળનું દ્રશ્ય એક મહેલનું બતાવવામાં આવ્યું છે. કાજોલ તેની દીકરીને નવી જગ્યાએ લઈ જાય છે અને કહે છે કે તે તેની સાથે સમય વિતાવ્યા વિના ક્યાંય નહીં જાય.

કાજોલ જે નવી જગ્યાએ જાય છે, ત્યાં રાક્ષસ છોકરીઓને એક પછી એક ગાયબ કરવાનું શરૂ કરે છે અને કાજોલની પુત્રી પણ તેનું નિશાન બને છે. તે પોતાની દીકરીને બચાવવા માટે રાક્ષસનો સામનો કરતી જોવા મળશે.


  • Follow us on: