યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા છે, પરંતુ ભૂતપૂર્વ કપલે હજુ સુધી તેમના છૂટાછેડા વિશે કંઈ કહ્યું નથી. એક્ટ્રેસ અને ક્રિકેટરના નજીકના સૂત્રએ એક વરિષ્ઠ રિપોર્ટરને કારણ જણાવ્યું છે.


જ્યારે ધનશ્રી વર્માને છૂટાછેડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને ચૂપ રહેવાનું અને સંગીત આલ્બમ સાંભળવાનું સૂચન કર્યું અને છૂટાછેડા પછી, તે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફક્ત મ્યુઝિક આલ્બમના વીડિયો પોસ્ટ કરી રહી છે. યુઝવેન્દ્ર ચહલના IPLમાં વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને, કોર્ટે બંનેના છૂટાછેડા પર ઝડપથી ચુકાદો આપ્યો.

2022થી અલગ રહે છે કપલ

મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને 2022 થી અલગ રહે છે. બંનેના લગ્ન 2020ના અંતમાં થયા હતા અને 2022 થી અલગ રહે છે. એટલે કે બંને લગભગ 18 મહિના જ સાથે રહ્યા છે. તેમના છૂટાછેડાના કારણ વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન, દેશના એક વરિષ્ઠ પત્રકારે તેમના અલગ થવાનું કારણ જાહેર કર્યું છે. તેમના મતે, ધનશ્રી વર્માએ ચહલને છોડી દીધો કારણ કે તેની જીદ પૂર્ણ થઈ ન હતી.


ધનશ્રી વર્માએ ચહલને કર્યો હેરાન

જ્યારથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાના સમાચાર આવ્યા છે, ત્યારથી છૂટાછેડાના નવા કારણો સામે આવી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલના નજીકના સૂત્ર પાસેથી વરિષ્ઠ પત્રકારને જાણવા મળ્યું છે કે ધનશ્રી વર્મા અને ચહલ વચ્ચે લગ્ન પછી જ અણબનાવ શરૂ થઈ ગયો હતો. બંને સંપૂર્ણપણે અલગ વ્યક્તિત્વ ધરાવતા હોવાથી તેઓ વચ્ચે ક્યારેય સારા સંબંધ નહોતા રહ્યા. ઝઘડા પછી, ધનશ્રી ઘણીવાર યુઝુવેન્દ્રને તેની બેગ અને સામાન હરિયાણાથી મુંબઈ લાવવા કહેતી.

મુંબઈ અને હરિયાણા વચ્ચેનો આ ઝઘડો એટલો મોટો થઈ ગયો કે તે તેમના લગ્ન તૂટવાનું કારણ બન્યો. ધનશ્રી વર્માની વારંવાર વિનંતીઓ છતાં, યુઝવેન્દ્ર ચહલે તેની વાત સાંભળી નહીં અને તેને સ્પષ્ટ કરી દીધું કે તે તેના માતાપિતાના ઘર અને આસપાસના લોકોથી પોતાને અલગ નહીં કરે. તેને પરિવાર સાથે રહેવાનો આગ્રહ રાખ્યો અને પરિણામે, તેમના લગ્ન તૂટી ગયા. આ સમાચાર પછી, ફેન્સ ધનશ્રી વર્મા પર વધુ ગુસ્સો કાઢી રહ્યા છે.


  • Follow us on: