EPFO alert account holders on Fraud Calls
  • Home
  • Business
  • એક ભૂલ અને તમારા PF એકાઉન્ટ થઈ જશે ખાલી, EPFOએ ખાતાધારકોને આપ્યું આ એલર્ટ

એક ભૂલ અને તમારા PF એકાઉન્ટ થઈ જશે ખાલી, EPFOએ ખાતાધારકોને આપ્યું આ એલર્ટ

 | 9:20 pm IST

કોઈપણ નોકરી કરતાં વ્યક્તિ માટે તેના પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીએફની રકમ ખુબ જ મહત્વપુર્ણ હોય છે. આ રકમ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ખુબ મહત્વનું ગણાય છે. તેમાં પૈસા તો જમા થાય જ છે, સાથે જ તે પીએફ ઉપર વ્યાજ પણ મળે છે. પણ ફક્ત તમારી એક ભૂલને કારણે PFનાં પૈસા પર સંકટ આવી શકે છે. પોતાના ખાતાધારકોને પોતાની આ ભૂલથી બચાવવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સમય-સમય પર એલર્ટ જાહેર કરે છે.

EPFOએ પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને કોઈપણ ફરજી કોલથી સતર્ક રહેવા માટેની સલાહ આપી છે. EPFOએ એલર્ટમાં કહ્યું છે કે, ઈપીએફઓ કોઈપણ ફોન કોલ પર પોતાના ખાતાધારકોનો UAN નંબર, આધાર નંબર, પાન નંબર કે બેંક ડિટેઈલ માગતું નથી અને ન તો ઈપીએફઓ પોતાના એકાઉન્ટ હોલ્ડરને કોઈ ફોન કોલ કરે છે.

એટલે કે હવે ઈપીએફઓનાં નામ પર આવતાં ફોન કોલથી હંમેશા સતર્ક રહો. આ સાથે જ ઈપીએફઓએ ફેક વેબસાઈટથી બચવાની પણ સલાહ આપી છે. ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઈટ https://www.epfindia.gov.in/site_en/index.php છે.

જો તમારા ઈપીએફઓના એલર્ટ પર ધ્યાન નથી આપતાં તો તમને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. અને તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. તેવામાં તમારા વર્ષોની બચત એવી પીએફની રકમ પર સંકટ આવી શકે છે. તમને જણાવી દઈએ કે, હાલ ઈપીએફઓનાં 6 કરોડથી પણ વધારે ખાતાધારક છે.

 

આ વીડિયો પણ જુઓઃ

ખેડૂતો માટે નવું પેકેજ જાહેર કરી શકે છે રાજ્ય સરકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન