European Union Decision To Make Universal Phone Charger For All Type Of Device
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અલગ-અલગ ચાર્જરને બદલે હવે બધા જ ફોન માટે ચાલશે એક જ ચાર્જર

અલગ-અલગ ચાર્જરને બદલે હવે બધા જ ફોન માટે ચાલશે એક જ ચાર્જર

 | 2:29 pm IST
  • Share

યુરોપિયન યુનિયન (EU) એ યુનિવર્સલ ચાર્જર માટે એક નિયમ બનાવતા કહ્યું કે તેઓ જલ્દી જ બધા પ્રકારના સ્માર્ટફોન માટે એક યુનિવર્સલ ચાર્જરનો નિયમ લાગુ કરશે, જેના પછી બધી જ કંપનીઓએ અલગ-અલગ ચાર્જર આપવાની અને બધા જ યુઝર્સે અલગ-અલગ ચાર્જર રાખવાની જરૂર નહિ પડે.

આવશે યુનિવર્સલ ચાર્જર

બધી જ કંપનીઓના ફોનના અલગ-અલગ ચાર્જર આવે છે, અત્યારે બજારમાં માઈક્રો યુએસબી, ટાઈપ-C, ટાઈપ-B, ટાઈપ-A જેવા જુદા-જુદા ચાર્જર ઉપલબ્ધ છે. અત્યારે ટાઈપ-C ચાર્જર સૌથી વધુ વપરાય છે અને ઘણા લેપટોપ પણ ટાઈપ-C પોર્ટ સાથે આવવા લાગ્યા છે. ત્યારે હવે યુરોપિયન યુનિયનએ યુનિવર્સલ ચાર્જર માટે એક નિયમ બનાવ્યો છે, જે અનુસાર, કંપનીઓએ જુદા-જુદા ચાર્જર આપવાની અને યુઝર્સે જુદા-જુદા ચાર્જર રાખવાની જરૂર નહિ પડે.

એક જ ચાર્જર હોવાનો મોટો ફાયદો એ પણ થશે કે ઇલેક્ટ્રોનિક કચરામાં ઘટાડો થશે, પરંતુ યુરોપિયન યુનિયનના આ નિર્ણય અંગે એપલનો મત અલગ છે. એપલનું કહેવું છે કે યુનિવર્સલ ચાર્જર આવ્યા બાદ નવીનતા સમાપ્ત થશે, પ્રદૂષણ પણ વધશે, જોકે એપલે આ પાછળનું કારણ આપ્યું નથી. જણાવી દઈએ કે યુરોપિયન યુનિયનમાં લગભગ 45 કરોડ સ્માર્ટફોન વપરાય છે.

એપલ લાંબા સમયથી તેના આઈપેડ અને આઈફોનમાં લાઈટનિંગ પ્રકારના ચાર્જરનો ઉપયોગ કરી રહ્યું છે અને યુરોપિયન યુનિયન ટાઈપ-C ચાર્જરને સાર્વત્રિક ચાર્જર બનાવવાનું વિચારી રહ્યું છે. આવી સ્થિતિમાં એપલ માટે મોટી સમસ્યા સર્જાશે. એપલનું કહેવું છે કે યુનિયનના આ નિર્ણયથી સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને મુશ્કેલી થશે. જણાવી દઈએ કે યુરોપિયન યુનિયનમાં આવી માંગ ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ ઉઠાવવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો