EV prices will match of petrol, diesel vehicles in 2 years: Nitin Gadkari
  • Home
  • Business
  • ઇલેક્ટ્રિક કાર ખરીદનાર માટે સારા સમાચાર, ગડકરીએ કર્યું મોટું એલાન

ઇલેક્ટ્રિક કાર ખરીદનાર માટે સારા સમાચાર, ગડકરીએ કર્યું મોટું એલાન

 | 1:57 pm IST
  • Share

  • આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે: ગડકરી

  • અમે 2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી દઇશું: ગડકરી

  • ગડકરીએ કહ્યું કે ઈવીની કિંમત વધારે છે કારણ કે તેની સંખ્યા ઓછી છે

છેલ્લાં કેટલાંક સમયથી ઈલેક્ટ્રિક વાહનો દેશભરમાં ધૂમ મચાવી રહ્યા છે. નવી ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટર સતત લોન્ચ થઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ભારે રસ દાખવી રહ્યા છે. પરંતુ હાલ ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે કારણ કે તેની કિંમત વધારે છે. પરંતુ હવે આવા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે. ગડકરીનું કહેવું છે કે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં ક્રાંતિ આવવાની છે.

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને FY21 AGMના વાર્ષિક સત્રને સંબોધતા કરતા ગડકરીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં, ઇલેક્ટ્રિક વાહનોની કિંમત એવા સ્તરે આવી જશે જે તેમના પેટ્રોલ વેરિઅન્ટની સમકક્ષ હશે. સુવિધાઓને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા છીએ. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે 2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી દઇશું. સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચાર્જિંગ સ્ટેશનો સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા સંચાલિત હોય.

ભાવ નીચા આવશે

ગડકરીએ કહ્યું કે ઈવીની કિંમત વધારે છે કારણ કે તેની સંખ્યા ઓછી છે. તેમણે કહ્યું કે ભારત EV ક્રાંતિની રાહ જોઈ રહ્યું છે, જેમાં 250 સ્ટાર્ટઅપ વ્યવસાયો ખર્ચ-અસરકારક EV ટેકનોલોજીના ઉત્પાદનમાં રોકાયેલા છે. વધુમાં મુખ્ય ઓટોમેકર્સ EV ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસમાં સામેલ થઇ ગયા છે. ઇલેક્ટ્રિક વાહનો પર GST માત્ર 5% છે અને લિથિયમ-આયન બેટરીની કિંમત પણ ઘટી રહી છે.

સૌથી સસ્તું ટ્રાન્સપોર્ટ

ગડકરી એવું પણ માને છે કે પ્રતિ કિલોમીટર સસ્તા હોવાને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઘણું વેચાણ થશે. ગડકરીએ કહ્યું કે પેટ્રોલથી ચાલતી કારની કિંમત પ્રતિ કિલોમીટર રૂ.10, ડીઝલની કિંમત રૂ.7 પ્રતિ કિલોમીટર અને વીજળીનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર રૂ.1 છે. ઇથેનોલ અને સીએનજી જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર ભાર મૂક્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો