you have not been vaccinated corona, you will get a vaccine certificate!
  • Home
  • Corona
  • વેક્સિન કૌભાંડ : રસીના મોટા આંકડા બતાવવા ખેલાયો આ ખેલ

વેક્સિન કૌભાંડ : રસીના મોટા આંકડા બતાવવા ખેલાયો આ ખેલ

 | 9:36 am IST
  • Share

  • તમને બન્ને ડોઝ અપાઈ ગયા છે, જવાબ મળતા હોબાળો

  • રસીકરણના મોટા-મોટા આંકડા જોઈને સ્વાસ્થ્ય તંત્રને ખૂબ દાદ મળે છે

  • આંકડા સાચા હોય એ અનિવાર્ય શરતનો ભંગ થયો

 

રાજકોટમાં જે મૃત્યુ પામ્યા છે એવા લોકોના નામે કોરોના રસીકરણના પ્રમાણપત્રો નીકળે છે તેવા કિસ્સા બહાર આવવાની સાથે છેલ્લા બે સપ્તાહથી આરોગ્ય કેન્દ્રોમાં રસીનો બીજો ડોઝ લેવા આવનારા અનેક લોકોને એવો જવાબ મળે છે કે તમને રસી અપાઈ ચૂકી છે, જૂઓ આ રહ્યું પ્રમાણપત્ર… આવું સાંભળી રસી મૂકાવવા આવનાર ઝબકી જાય છે, પ્રમાણપત્રમાં તારીખ અને રસી જ્યાં (નથી) મૂકાવી એ કેન્દ્રનું નામ ડોઝ આપનારની વિગત બધ્ધું જ છે પરંતુ અરજદાર બૂમો પાડીને કહે છે કે મે રસી મૂકાવી જ નથી.

આરોગ્ય કેન્દ્રમાં રોજના 40થી 50 કેસ આ પ્રકારના આવે છે

આવો રોજ એકાદ કેસ આવતો હોય તો ઠીક મહાનગરપાલિકામાં નંદનવન આરોગ્ય કેન્દ્રમાં રોજના 40થી 50 કેસ આ પ્રકારના આવે છે. રસી ના મૂકાવી હોય એવા લોકોના પ્રમાણપત્ર નીકળી ગયા હોય એ લોકો હવે બીજો ડોઝ મેળવી શકતા નથી. એક તરફ સરકાર રસી લેવા માટે લોકોને અપીલ કરે છે, જેના કારણે બીજા ડોઝમાં બાકી હોય એ લોકો પણ કેન્દ્રો તરફ જતા થયા છે પરંતુ હવે તેની સ્થિતિ કફોડી બની ગઈ છે.

તા.4 ડિસેમ્બરથી તો આવા કિસ્સા વધવા માંડયા

સ્વાસ્થ્ય અધિકારીઓ તો આવા ગંભીર ગોળાને ઢાંકી દેવામાં આમ પણ ઉસ્તાદ છે. પરંતુ જેણે રસી વિના લોકોને પરત જતા જોવા પડે છે. તેમાંથી કેટલાક સંવેદનશીલ કર્મચારીઓ કહે છે કે રસીનો બીજો ડોઝ હવે નહીં મળે તેવું જાણી ઘણા લોકો રડવા માંડે છે. તા.4 ડિસેમ્બરથી તો આવા કિસ્સા વધવા માંડયા છે.

cornavirus vaccine

મૃત્યુના 4 મહિના બાદ મૃતકને બીજો ડોઝ આપી દીધો !

”મારા ભાઈનું 7મી ઓગષ્ટ 2021ના અકસ્માતમાં મૃત્યુ થયેલું, ત્યારબાદ મને ફોન આવેલો કે કેતનભાઈ બાંભરોલિયાને બીજો ડોઝ લેવાનો થાય છે, આ ફોન આરોગ્ય વિભાગમાંથી આવેલો જેને મે જણાવેલું કે કેતનભાઈ મારા નાના ભાઈ થાય છે જે મૃત્યુ પામ્યા હોય હવે બીજો ડોઝ લેવાનો થતો નથી, ત્યારબાદ તા.16-12-2021ના મારા મોબાઈલમાં એસએમએસ આવેલો કે કેતનભાઈએ બીજો ડોઝ સફળતાપૂર્વક લઈ લીધો છે, આ લીન્ક ઉપરથી તેમનું સર્ટિફિકેટ તમે મેળવી શકશો. મે આ અંગે મેયરને રજૂઆત કરી તો તેમણે કહેલું કે તપાસ કરીને કહું છું- ખરેખર તો કેન્દ્રનું નામ, કર્મચારીનું નામ બધું જ પ્રમાણપત્રમાં છે. આમ છતા હજુ કોઈ પગલા લેવાયા નથી.

84 દિવસ સુધી ના આવ્યા તેને ‘કાગળ’ ઉપર બીજો ડોઝ

ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં રસી માટેના ઈનામી ડ્રો વખતે કેટલા’યે કેન્દ્રો કે જેની ક્ષમતા રોજના 300 ડોઝ આપવાની હતી તેણે ટાર્ગેટ પૂરો કરવા 1000-1000 લોકોને રસી આપી શાબ્બાશી મેળવેલી. હકીકતમાં એવું બનેલું કે પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ વિતવા છતા જે લોકો ન્હોતા આવ્યા તેમને ”કાગળ” ઉપર જ રસી આપી આંકડા સેટ કરી દેવાયેલા.

જુઓ વીડિયો :

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો