Even PM Modi could not stop himself from sharing a video of the spectacular view of Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના આ અદભૂત નજારાનો વીડિયોને PM Modi પણ શેર કરતા ખુદને રોકી ન શક્યા, કહ્યું- ‘એક્સિલન્ટ’

ગુજરાતના આ અદભૂત નજારાનો વીડિયોને PM Modi પણ શેર કરતા ખુદને રોકી ન શક્યા, કહ્યું- ‘એક્સિલન્ટ’

 | 12:30 pm IST
  • Share

ગુજરાતનું ગૌરવ એવા સિંહોના દર્શન કરવા વિદેશથી લોકો આવે છે. ત્યારે ગુજરાતનો એક એવો નજારો સામે આવ્યો છે. જેને જોઈને PM મોદી પણ ખુશ થઈ ગયા છે. ગઈકાલે (બુધવારે) સાંજે પીએમ મોદીએ આ વીડિયોને ટ્વિટર પર શેર કરીને ‘એક્સિલન્ટ’ કહ્યું હતું. ભાવનગર નજીક આવેલ વેળાવદર ભાલ અભિયારણમાં મંગળવારે 3000થી વધારે કાળીયાર રસ્તો ક્રોસ કરતા હોય એવો વિડિયો વાયરલ થયો હતો. 30 સેકન્ડના આ વીડિયોમાં ખુબ જ ઝડપથી રસ્તો ક્રોસ કરીને દોડી જતા કાળીયારની લાંબી લાઈનનુ દ્રશ્ય એક અદભૂત નજારો બની ગયુ હતુ.

સમગ્ર દેશમાં ભાવનગર પાસે આવેલ વેળાવદર ભાલ વિસ્તારમાં 7500 જેટલા કાળિયાર હરણ વસવાટ છે. આ અભ્યારણની અંદર અંદાજે 3000 જેટલા જ્યારે અભિયારણની બહારના આસપાસના વિસ્તારમાં 34 કિલોમીટરની ત્રિજ્યામા 3500 જેટલા કાળીયાર વસવાટ કરે છે.

નરેન્દ્ર મોદીએ ગઈકાલે (બુધવારે) મોડી સાંજે એક ટ્વીટ કરી, જેમાં કાળિયારનું ઝુંડ એક લાઈનમાં તેજીથી રસ્તો પાર કરતુ દેખાય છે. પીએમ મોદીએ ‘એક્સિલન્ટ’કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. પીએમ મોદીએ વીડિયો શેર કરતાની સાથે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લાઈક્સનું ઘોડાપૂર આવી ગયુ હતું. લોકો વીડિયો બહુ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં વિવિધ ઈમોજીસ સાથે રિપ્લાય આપી રહ્યાં છે.

ચોમાસાની સિઝનમાં આ કાળીયાર એક સ્થળેથી બીજે સ્થળે વિચરણ કરતા હોય છે. ત્યારે મંગળવારે એક સાથે ત્રણ હજાર જેટલા કાળીયાર ઝુંડમાં રસ્તો ક્રોસ કરતા હોય એવો વીડિયો પ્રથમ વખત સામે આવતા આ વાયરલ વીડિયો એક અદભૂત નજારો બની ગયો હતો. સોસિયલ મીડિયામાં ફરતો થઈ ગયેલો આ 30 સેકન્ડ જેટલો વીડિયો વાયરલ થયો હતો. લાંબા હારબંધ ઝુંડમા કાળિયાર રસ્તો ક્રોસ કરીને એક સ્થળ પરથી બીજા સ્થળ પર ઝડપથી વિચરણ કરતા નજરે ચડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન