Evergrand Group a Chinese real estate company, is in financial crisis
  • Home
  • Business
  • આ ચીની કંપની દેવામાં ડૂબતાં રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા

આ ચીની કંપની દેવામાં ડૂબતાં રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા

 | 4:38 pm IST
  • Share

ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાની એક એવરગ્રાન્ડ ગ્રુપ (Evergrande Group) આ સમયે મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. કંપનીના અરબો ડોલરના દેવાની ચૂકવણીમાં ચૂકથી બચવા માટેનો પ્રયાસ કરી રહી છે. જેને લઈને વૈશ્વિક રોકાણકારોમાં ચિતાનો માહોલ છે.

જો કે હજુ સુધી ચીનના નિયમનકારોએ આ વાતનો ખુલાસો નથી કર્યો કે, એવરગ્રાન્ડ ગ્રુપ મામલે શું કરશે. પરંતુ અર્થશાસ્ત્રીઓને આશા છે કે, એવરગ્રાન્ડ અને ધિરાણકર્તાઓની વચ્ચે કંપનીના આર્થિક સંકટને દૂર કરવાને લઈને સંમત્તિ ન બનવા પર ચીન સરકાર હસ્તાક્ષેપ કરશે. જો કે સરકાર તરફથી રજૂ કરવામાં આવતા કોઈપણ ઉપાયથી બેંકો અને બોન્ડધારકો માટે નુકશાન થવાની આશંકા છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન સરકાર નથી ઈચ્છતી કે એવુ લાગે કે તે કોઈ રાહત કે પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ તે પ્રણાલીગત જોખમોને ઓછુ કરવા અને આર્થિક વિક્ષેપને ઓછુ કરવા માટે દેવાનું પુનર્ગઠન કકી શકે છે. રોકાણકારોની આ વાત પર નજર છે કે, હોંગકોંગની પાસે આવેલ દક્ષિણી શહેર શેનઝેનની રિયલ એસ્ટટ કંપની ગુરુવારે પોતાના એક બોન્ડ પર વ્યાજની ચૂકવણી કેવી રીતે કરે છે.

1996માં સ્થાપિત એવરગ્રાન્ડ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી એક છે. કંપનીનું કહેવુ છે કે, તેમની પાસે 350 અરબ ડોલરની સંપત્તિ છે. હોંગકોંગના શેર બજારમાં 2021 બાદથી કંપનીના શેરમાં 85 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમના બોંડ પણ ખરાબ હાલતમાં છે.

શૂ એ મળેલા લોનના પૈસાથી કંપની ઉભી કરી હતી. આ વર્ષે 30 જૂન સુધી કંપની પર અલગ- અલગ ધિરાણકર્તાઓનું 310 અરબ ડોલરનું દેવુ હતું. એવરગ્રાન્ડ દેવા પર નિર્ભરતા ઓછી કરવા માટે કમ્ય્નિસ્ટ પાર્ટીના અભિયાનના ભાગ રૂપે રિયલ એસ્ટેટથી સંબંધિત ઉધાર પર નિયમનકારો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોની ઝપેટમાં આવી ગઈ છે.

અર્થશાસ્ત્રીઓ એક દાયકાથી ચેતવણી આપી રહ્યા છે કે ચીનનું વધતુ દેવુ એક સંભવિત ખતરો છે. શાસકપક્ષે 2018થી આ રીતના નાણાકીય જોખમોને ઓછા કરવા પર પ્રાથમિકતા આપી છે. નોંધનિય છે કે એવરગ્રાન્ડ ચીનની બીજા નંબરની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો