Excessive amounts of rice in the diet can also be fatal: a study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …શું તમે પણ વધારે પ્રમાણમાં ચોખાનું સેવન કરો છો તો ખાસ વાંચો, જીવલેણ સાબિત થઇ શકે છે

…શું તમે પણ વધારે પ્રમાણમાં ચોખાનું સેવન કરો છો તો ખાસ વાંચો, જીવલેણ સાબિત થઇ શકે છે

 | 12:28 pm IST
  • Share

રોજિંદા જીવનનાં આહારમાં ચોખાનું વધારે પ્રમાણ જીવલેણ સાબિત થઈ શકે છે. યુનિર્વિસટી ઓફ માન્ચેસ્ટર અને સેલફોર્ડનાં રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલ સ્ટડી અનુસાર અનાજમાં આર્સેનિકનું ઓછંુ પ્રમાણ હૃદયરોગનાં હુમલાનું જોખમ વધારે છે. આ સ્ટડીનાં સભ્ય અને યુનિર્વિસટી ઓફ માન્ચેસ્ટરનાં પ્રોફેસર ડેવિડ પોલ્યાએ જણાવ્યું કે, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચોખાનાં ઉપભોક્તાઓમાં સૌથી વધુ ૨૫% અકાર્બેનિક આર્સેનિક એક્સ્પોઝરને લીધે ર્કાિડયોવાસ્ક્યુલર ડિસીઝ થવાનું જોખમ વધારે છે.

ચોખા વિશ્વભરમાં લોકોનાં આહારમાં મુખ્ય ભાગ ભજવે છે, લાખો લોકો ચોખા થકી કેલરી અને પોષક તત્ત્વો મેળવે છે. વૈશ્વિક સ્તર પર એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ચોખામાં આર્સેનિકને લીધે થતી ૫૦,૦૦૦ પ્રીમેચ્યોર ડેથને રોકી શકાય છે. આર્સેનિક જમીનમાંથી કુદરતી રીતે ઉત્પન્ન થતું હોય છે અને ચોખાની ખેતીમાં પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

જેથી જમીનમાંથી આર્સેનિક ખેંચાઈ જાય છે અને પાણીમાં શોષાઈ જતું હોવાથી તે અનાજમાં પહોંચતું નથી. જોકે લોકોએ સદંતર ચોખાનું સેવન કરવાનું બંધ ના કરવું જોઈએ કેમકે ચોખામાં ફાઇબરનું પ્રમાણ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૃરી છે. જોકે ચોખાની જગ્યાએ આર્સેનિક સ્તર ઓછું હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જેમાં હોલ ગ્રેઈન હોય તેવું અનાજ આરોગવાનો આગ્રહ રાખવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન