અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ ઝડપે શરૂ થઈ ગઈ છે. નર્મદા જિલ્લાના કેવડિયા (એકતા નગર) ખાતે આ વર્ષે યોજાનારી ઉજવણી અગાઉના તમામ વર્ષો કરતાં વિશેષ અને ભવ્ય બનવા જઈ રહી છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કેવડિયા પહોંચી "એકતા પ્રકાશ પર્વ" નું લોકાર્પણ કરીને સમગ્ર વ્યવસ્થાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઑક્ટોબર દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ ઉત્તર ગુજરાતના ડીસાથી લઈને કેવડિયા સુધીના વિકાસ કાર્યો અને રાષ્ટ્રીય સમારોહમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ

30 ઑક્ટોબરે વડાપ્રધાન નવી દિલ્હીથી સીધા બનાસકાંઠાના ડીસા પહોંચશે. જ્યાં તેઓ બનાસ ડેરી દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ભીલડી ખાતે તૈયાર થયેલા 'બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) નું લોકાર્પણ કરી શકે છે.બનાસકાંઠાના કાર્યક્રમો સંપન્ન કરી તેઓ ટૂંકા રોકાણ માટે અમદાવાદ થઈ સાંજે આશરે 5:00 વાગ્યે કેવડિયા પહોંચશે. એકતા નગરમાં તેઓ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ભાગ લેશે.31 ઑક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ વડાપ્રધાન સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની અધ્યક્ષતા કરી દેશને સંબોધશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી પરત ફરશે.

આ વખતે સાંજે યોજાશે પરેડ, કેવડિયામાં 35,000લોકોની ઉપસ્થિતિ

આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં પરંપરાગત સમયમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે.સામાન્ય રીતે સવારે યોજાતી પરેડ આ વર્ષે સાંજના સમયે યોજાવાની છે, જે એક વિશિષ્ટ નજારો ઊભો કરશે.કેવડિયા ખાતે દેશભરમાંથી આવનારા મહેમાનો, સુરક્ષાકર્મીઓ અને પર્યટકો મળીને અંદાજે ૩૫,૦૦૦ જેટલા લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર તંત્રને એલર્ટ કરીને સુરક્ષા, પાર્કિંગ, ટ્રાફિક અને પર્યટકોની સુવિધા માટે વહીવટી સ્તરે આદેશો જારી કર્યા છે.

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડના મુખ્ય આકર્ષણો

સુરક્ષા દળોની પરેડ પોલીસ અને અર્ધલશ્કરી દળો (CAPF) ના 10,000 થી વધુ જવાનોનું માર્ચ પાસ્ટ.

સાંસ્કૃતિક કાર્યક્રમોદેશના તમામ રાજ્યોની વિવિધતા રજૂ કરતાં 4,700 કલાકારો દ્વારા લોકનૃત્યો.

IAF ફ્લાયપાસ્ટભારતીય વાયુસેના દ્વારા આકાશમાં ભવ્ય સૂર્યકિરણ અને ત્રિરંગા ફોર્મેશન ફ્લાયપાસ્ટ.

વિશેષ સન્માનરાષ્ટ્રીય એકતાના શપથ સાથે મહિલા કમાન્ડોઝના નેતૃત્વમાં 'ગાર્ડ ઓફ ઓનર'.

સાહસિક કરતબોબીએસએફ-સીઆરપીએફ દ્વારા મોટરસાઇકલ ડેરડેવિલ સ્ટંટ્સ, ઊંટ અને અશ્વ પરેડ.

રન ફોર યુનિટીદેશભરમાં એકતાનો સંદેશ આપતી "એકતા માટે દોડ" ને પીએમનું સંબોધન.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: SSR અને SIR વચ્ચે શું છે તફાવત? જાણો નામ નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા