હવામાન વિભાગ અનુસાર મોટાભાગના વિસ્તારોમાં AQI ખૂબ ખરાબ અને અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે.

Post Diwali AQI

અતિ સૂક્ષ્મ રજકણો જમીન નજીક ફસાયા 

સામાન્ય રીતે લોકોમાં એ દ્વિધા જોવા મળે છે કે સરકારી એપ્સમાં AQI 500 દેખાડે છે, જ્યારે ખાનગી કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તે 1,000થી પણ વધુ બતાવે છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં દિવાળી પછી સર્જાતી પ્રદૂષણની ગંભીર સ્થિતિ પાછળ પરાળીનું દહન, ફટાકડાનો ધુમાડો અને શિયાળાની ઋતુનું 'વિન્ટર ઇન્વર્ઝન' મુખ્ય કારણો છે. આ ત્રણેયના કેમિકલ કોમ્બિનેશનથી હવામાં અતિ સૂક્ષ્મ રજકણો જમીન નજીક ફસાઈ જાય છે.

ભારતીય સરકારી માપદંડ (CPCB): 

ભારતના નેશનલ એર ક્વોલિટી ઈન્ડેક્સની મહત્તમ મર્યાદા (Scale Cap) 500 નક્કી કરવામાં આવી છે. 500 એ સૌથી ઉચ્ચતમ જોખમી સ્તર દર્શાવે છે. જો હવામાં PM2.5 નું પ્રમાણ વધુ હોય તો પણ સરકારી ઈન્ડેક્સ 500થી આગળ દર્શાવતો નથી.

પ્રાઈવેટ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ: 

ખાનગી પ્લેટફોર્મ લીનિયર કે રો (Raw) ડેટા ગણતરી પર કામ કરે છે. તેઓ હવામાં PM2.5 અને PM10 ના વાસ્તવિક માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર ગણતરીને સીધી કન્વર્ટ કરે છે, જેથી સ્કેલ 1,000 કે 1,500 સુધી પહોંચી જાય છે.

પ્રદૂષણ વધારતું 'કેમિકલ કોમ્બિનેશન' અને વિન્ટર ઇન્વર્ઝન

દિવાળી સમયે ઉત્તર ભારતમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બનવા પાછળ ત્રણ મુખ્ય પરિબળોનું ટ્રિપલ એટેક જવાબદાર છે:

પરાળી (Stubble Burning): 

પંજાબ અને હરિયાણામાં ખેતરોમાં સળગાવવામાં આવતી પરાળીમાંથી નીકળતો ધુમાડો પવન સાથે દિલ્હી તરફ આવે છે.

ફટાકડાનો ધુમાડો: 

દિવાળી દરમિયાન ફોડવામાં આવતા ફટાકડામાંથી પોટેશિયમ, સલ્ફર ડાયોક્સાઈડ અને હેવી મેટલ્સ હવામાં ભળે છે.

વિન્ટર ઇન્વર્ઝન (Winter Inversion): 

શિયાળાની શરૂઆતમાં તાપમાન ઘટતાં ગરમ હવા ઉપર રહે છે અને ઠંડી હવા જમીન નજીક સ્થિર થઈ જાય છે. આ ઠંડી હવા ધુમાડા અને રજકણોને વાતાવરણમાં ઉપર જવા દેતી નથી, જેના કારણે જમીન નજીક જ ઝેરી 'સ્મોગ' (Smog) નું લેયર બની જાય છે.

Stubble Burning

N95 માસ્ક અને એર પ્યોરિફાયર કેટલા અસરકારક?

N95 માસ્ક: સામાન્ય કાપડ કે સર્જિકલ માસ્ક PM2.5 ના અતિ સૂક્ષ્મ કણોને રોકી શકતા નથી. N95 માસ્ક 0.3 માઇક્રોન સુધીના 95% કણોને ફિલ્ટર કરે છે, તેથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવું અત્યંત જરૂરી અને અસરકારક છે. ઘરની અંદર જો HEPA (High-Efficiency Particulate Air) ફિલ્ટર ધરાવતું એર પ્યોરિફાયર વાપરવામાં આવે તો તે બંધ રૂમની હવાને 90% સુધી શુદ્ધ કરી શકે છે. જોકે, ફિલ્ટર સમયસર સાફ કરવું અને રૂમ યોગ્ય રીતે સીલ હોવો જરૂરી છે.

ઝેરી હવાથી બચો 

સરકારી AQI સ્કેલ 500 પર અટકી જાય છે કારણ કે તેનો મહત્તમ સ્પેક્ટ્રમ 500 સુધી જ નિર્ધારિત છે, જ્યારે પ્રાઈવેટ પ્લેટફોર્મ્સ રો ડેટાના આધારે 1,000+ સુધીનો વાસ્તવિક આંકડો દર્શાવે છે. આ ઝેરી હવાથી બચવા માટે N95 માસ્ક અને HEPA ફિલ્ટરવાળા એર પ્યોરિફાયર ઘરની અંદર અસરકારક સાબિત થાય છે.

આ પણ વાંચોઃ  ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ, સાયલન્સ ઝોનમાં નો-ક્રેકર, દિલ્હીમાં 'ગ્રીન ફટાકડા' માટે SCએ નક્કી કરી લક્ષ્મણરેખા!