સામાન્ય રીતે દેશમાંથી 17મી સપ્ટેમ્બરથી તબક્કાવાર ચોમાસું પાછું ખેંચાતું હોય છે, પરંતુ આ વર્ષે તે 3 દિવસ મોડું ખેંચાયુ છે. 

El Nino Impact

2009 પછી દેશમાં આ સૌથી ખરાબ ચોમાસું 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3થી4 દિવસમાં રાજસ્થાન ઉપરાંત પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. બીજી તરફ, અલ નીનોની સ્થિતિ અત્યંત મજબૂત બનવાને કારણે સમગ્ર દેશમાં ચોમાસાની મોસમ દરમિયાન કુલ 15 ટકા વરસાદની ભારે ઘટ પડી છે. આ સાથે જ ભારત પર છેલ્લા 17 વર્ષમાં સૌથી ભીષણ દુષ્કાળનો ખતરો તોળાઈ રહ્યો છે. વર્ષ 2009 પછી દેશમાં આ સૌથી ખરાબ ચોમાસું સાબિત થઈ રહ્યું છે. 2009માં દેશમાં 18 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.

Drought Threat India

દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં સ્થિતિ વધુ ચિંતાજનક

દેશના અન્ય ભાગોની સરખામણીએ દક્ષિણ ભારતની સ્થિતિ અત્યંત ગંભીર છે. જ્યાં 28 ટકા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણના રાજ્યોમાં આંધ્રપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયું છે. ત્યાં વરસાદની 43 ટકાની જંગી ઘટ નોંધાઈ છે. આ ઉપરાંત કર્ણાટકમાં 31 ટકા, કેરળમાં 28 ટકા, તામિલનાડુમાં 22 ટકા અને તેલંગણામાં 21 ટકા વરસાદ ઓછો થયો છે. પંજાબમાં 39 ટકા, બિહારમાં 36 ટકા, હરિયાણામાં 22 ટકા અને રાજસ્થાનમાં 21 ટકા વરસાદની અછત વર્તાઈ છે. પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. જ્યાં મેઘાલયમાં 59 ટકા, મણિપુરમાં 43 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 41 ટકા અને આસામમાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ખરીફ પાકના વાવેતરમાં મોટો ઘટાડો

આ વર્ષે ચોમાસાની શરૂઆત 4થી5 દિવસ મોડી થઈ હતી. પરંતુ જુલાઈ મહિનામાં સરેરાશથી વધુ વરસાદ પડતાં રાહત થઈ હતી. જોકે, જૂન મહિનામાં 35 ટકા અને ઓગસ્ટ મહિનામાં 16 ટકા વરસાદની ઘટે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. વરસાદમાં પડેલી 15 ટકાની ઘટને કારણે દેશમાં ખરીફ પાકના વાવેતરને માઠી અસર પહોંચી છે. અનાજ, તેલીબિયાં અને રેસાવાળા પાકના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં પ્રાપ્ત આંકડા મુજબ ખરીફ પાકના વાવેતરમાં 1.6 મિલિયન હેક્ટરનો ઘટાડો થયો છે. જેનાથી કૃષિ ક્ષેત્રે મોટું સંકટ ઊભુ થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ  ₹2000થી વધુના UPI લેણ-દેણ પર બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?