ચોમાસાની ઋતુમાં કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેને આપણે 'મેઘ તાંડવ' તરીકે ઓળખીએ છીએ. 

Landslide Causes

કુદરતી ઘટના કે માનવસર્જિત કારણો ? 

આ વિનાશક આપત્તિઓ પાછળ માત્ર કુદરતી જ નહીં, પરંતુ માનવસર્જિત પરિબળો પણ સમાન રીતે જવાબદાર છે. પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે માટી અને પથ્થરો વચ્ચે પાણી ભરાઈ જાય છે. જેનાથી ઘર્ષણ ઘટતા ભેખડો ધસી પડે છે. આ કુદરતી પ્રક્રિયાને મનુષ્યના અવિજ્ઞાનિક બાંધકામોએ વધુ વેગ આપ્યો છે. પહાડો કાપીને હાઈવે બનાવવા, ટનલ નિર્માણ અને મોટા ડેમ માટે કરાતા બ્લાસ્ટિંગ પહાડોના પાયા નબળા પાડે છે. આ ઉપરાંત, રિસોર્ટ અને રોડ બનાવવા માટે થતું વૃક્ષોનું નિકંદન પણ માટીને ઢીલી પાડી દે છે. 

Extreme Rainfall

કયા કયા સ્થળોએ વધુ જોવા મળે છે ભારે વરસાદ ?

ભારતમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે અમુક વિસ્તારો મેઘ તાંડવનો ભોગ વારંવાર બને છે. 

1. હિમાલયન રાજ્યો: ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમ. અહીં ચોમાસામાં વાદળ ફાટવાની અને પૂરની ઘટનાઓ સામાન્ય છે.

2. પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારત: કેરળ, વાયનાડ તથા ઇડુક્કી જિલ્લા અને મહારાષ્ટ્ર-ગોવાનો કોંકણ કિનારો. 

3. ઉત્તર-પૂર્વીય રાજ્યો: આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવવુ, મેઘાલયમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડવો અને અરૂણાચલ પ્રદેશમાં મેઘ કહેર જોવા મળે છે.

4. ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો: ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે, જૂનાગઢ, જામનગરમાં ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક વરસાદ ખાબકે છે.

Flash Floods

કેમ ધસે છે ભેખડ? 

ભેખડ ધસવા પાછળ કુદરતી અને માનવસર્જિત બંને પરિબળો જવાબદાર છે. 

1. અતિશય પાણીનો ભરાવો: જ્યારે પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડે છે. ત્યારે માટી અને પથ્થરોની વચ્ચે પાણી ભરાઈ જાય છે. આનાથી માટીનું વજન વધી જાય છે અને પથ્થરો વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે. જેથી આખી ભેખડ નીચે સરકી પડે છે.

2. અવિજ્ઞાનિક બાંધકામ: પહાડોને કાપીને હાઈવે બનાવવા, ટનલનું નિર્માણ કરવું અને મોટા ડેમ બનાવવા માટે કરવામાં આવતા બ્લાસ્ટિંગ પહાડોના પાયા નબળા પાડે છે.

3. વૃક્ષોનું નિકંદન: વૃક્ષોના મૂળ માટીને પકડી રાખવાનું કામ કરે છે. રોડ-રસ્તા કે રિસોર્ટ બનાવવા માટે વૃક્ષો કાપી નાખવામાં આવતા માટી ઢીલી પડી જાય છે.

Landslide

કેમ થાય છે ભૂસ્ખલન? 

ભૂસ્ખલન એ ભેખડ ધસવાનું મોટું સ્વરૂપ છે. તેના મુખ્ય વૈજ્ઞાનિક કારણો આ મુજબ છે. 

1. ગુરુત્વાકર્ષણ બળ: પહાડોના ઢોળાવ પર રહેલો કાટમાળ જ્યારે પોતાના જ વજનથી સ્થિર રહી શકતો નથી. ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ ગતિ કરે છે.

2. સોઇલ ઇરોઝન: નદીઓના તીવ્ર પ્રવાહને કારણે પહાડોના નીચેના ભાગનું ધોવાણ થાય છે. જેથી ઉપરનો આખો હિસ્સો ધરાશાયી થઈ જાય છે.

3. ભૂકંપના આંચકા: હિમાલયન શ્રેણી સીસ્મિક ઝોનમાં આવે છે. નાના આંચકા પણ પહાડોમાં તિરાડો પાડી દે છે. જે ચોમાસામાં મોટી દુર્ઘટનાનું કારણ બને છે.

Cloudburst Effect

વાદળ ફાટવાથી કેટલું નુકસાન થાય ?

હવામાન વિજ્ઞાન અનુસાર, જ્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં મર્યાદિત વિસ્તારમાં અતિભારે વરસાદ પડે, તેને વાદળ ફાટવું કહે છે.

નુકસાનની તીવ્રતા: 

1. ફ્લેશ ફ્લડ: પહાડો પરથી સેંકડો ટન પાણી કાદવ અને પથ્થરો સાથે નીચે ધસી આવે છે. જે રસ્તામાં આવતા ગામડાઓ, પુલો અને મકાનોને તાણી લઇ જાય છે.

2. જીવન અસ્તવ્યસ્ત: મોટી સંખ્યામાં લોકો પ્રવાહમાં તણાઈ જાય છે અથવા કાટમાળ નીચે દબાઈને તેમનું મૃત્યુ થાય છે.

3. આર્થિક ફટકો: હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, ખેતીના પાકો અને પ્રવાસન ઉદ્યોગ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. કેદારનાથ અને તાજેતરમાં હિમાચલ-ઉત્તરાખંડની ઘટનાઓ આનું જીવંત ઉદાહરણ છે.

છેલ્લા 10 વર્ષનો મેઘ તાંડવનો આંકડો 

છેલ્લા દાયકામાં ભારતમાં કુદરતી આપત્તિઓની તીવ્રતામાં અસાધારણ વધારો થયો છે. સરકારી અહેવાલો NDMA અને વન મંત્રાલય અનુસાર, વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીર પૂરમાં 300થી વધુના મોત થયા હતા. મોટી સંખ્યામાં સંપત્તિ સ્વાહા થઇ હતી. 

વર્ષ 2015માં ચેન્નાઈમાં ઘણા દિવસો સુધી પૂરમાં ડુબેલું રહ્યું હતુ. આના કારણે જીન-જીવન ખોરવાયુ હતુ. અને જાનમાલને તથા સંપત્તિને મોટુ નુકસાન થયુ હતુ.  

વર્ષ 2018માં કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યુ હતુ. જેમાં 450થી વધુ લોકોના મોત થયા હતા. અને મોટી સંખ્યામાં સ્થાનિકો બેઘર થયા હતા.  

વર્ષ 2021માં ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી અને પૂરથી ભારે તબાહી જોવા મળી હતી. 

વર્ષ 2023માં હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી મોટુ નુકસાન થયુ હતુ. અને મનાલી-શિમલા હાઈવે ધોવાયા હતા.  

વર્ષ 2024-26માં કેરળના વાયનાડ અને પશ્ચિમ વિસ્તારોમાં પહાડો ભૂસ્ખલનની મોટી ઘટનાઓ અને વાદળ ફાટવાના કેસોમાં 30%નો વધારો ચિંતાજનક વધારો થયો છે. 

નિષ્કર્ષ 

ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટ અનુસાર, ભારતમાં ચોમાસાના કુલ દિવસો ઘટી રહ્યા છે. પરંતુ 'અતિભારે વરસાદના દિવસો' વધી રહ્યા છે. એટલે કે જે વરસાદ આખા મહિનામાં પડવો જોઈએ. તે હવે 24 કે 48 કલાકમાં જ પડી જાય છે. જે આ મેઘ તાંડવનું મુખ્ય કારણ છે. મેઘ તાંડવ એ પ્રકૃતિની ચેતવણી છે. પહાડી અને સંવેદનશીલ વિસ્તારોમાં ઇકો-સેન્સિટિવ વિકાસ કરવો અને વનીકરણ વધારવું એ જ આ તબાહીની તીવ્રતા ઘટાડવાનો એકમાત્ર ઉપાય છે.

આ પણ વાંચોઃ દેશમાં ભૂગર્ભજળના ચિંતાજનક ઘટાડા અંગે શુ કહે છે અહેવાલો?, જાણો